દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મમાં ખુબ મહત્વ રાખે છે. આ વર્ષે દિવાળી 12 નવેમ્બરના દિવસે રવિવારે ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતા સાથે સાથે અમાસની તિથિ પણ પડી રહી છે જેનાથી જ્યોતિષી તેમજ વાસ્તુ મહત્વ વધી જાય છે. જ્યોતિષની દ્રષ્ટિએ વાત કરીએ તો દિવાળી દરમિયાન કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ વાતો દિવાળીની સજાવટથી લઇ પૂજા વિધિ સાથે જોડાયેલી છે.
એ જ કડીમાં આજે આપણે જાણીશુ દિવાળીની પૂજામાં ઉપયોગમાં લેવાતા ફૂલોના નિયમો અંગે.
જ્યોતિષ અનુસાર દિવાળીના દિવસે લક્ષ્મી ગણેશજીની પૂજા દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. એવી જ રીતે દિવાળીની પૂજામાં કેટલાક ફૂલોનો પ્રયોગ કરવો ન જોઈએ. તો ચાલો જાણીએ આ ફૂલો કયા છે.
દિવાળી લક્ષ્મી-ગણેશ પૂજામાં ન કરવો આ ફૂલોનો ઉપયોગ
દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજાનું વિધાન છે. માન્યતા છે કે આ દિવસે લક્ષ્મી ગણેશજીની વિધિવત પૂજા કરવાથી ઘર હંમેશા ધન-ધાન્યથી ભરેલું રહે છે, ઘરમાં બરકત આવે છે, આર્થિક સમસ્યાઓ ક્યારે પણ આવતી નથી. જો કે લક્ષ્મી ગણેશજીને દિવાળીના દિવસે ફૂલ અર્પિત કરતી વખતે કેટલીક વાતોનું જરૂર ધ્યાન રાખવું જોઈએ. શાસ્ત્રોમાં કેટલાક એવા ફૂલ અંગે જણાવવામાં આવ્યું છે જેનો દિવાળી પૂજામાં પ્રયોગ વર્જિત માનવામાં આવે છે. આ ફૂલોના પ્રયોગથી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે.
કનેર, ધતુરો, મદાર, તગર, હરસિંગાર, સૂકા ફૂલ, જમીન પર પડેલા વગેરે જેવા ફૂલોનો લક્ષ્મી-ગણેશ પૂજામાં ઉપયોગ ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ફૂલોનો ઉપયોગ કરવાથી દિવાળી પૂજામાં દોષ ઉત્પન્ન થાય છે. સાથે જ પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત નહિ થાય. માટે દિવાળી પૂજામાં ભૂલથી પણ આ ફૂલોનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. ત્યાં જ કમળ, ગલગોટા, મોગરા વગેરે જેવા ફૂલો લક્ષ્મીજી અને ગણેશજીને અર્પિત કરવાથી તેઓ સરળતાથી પ્રસન્ન થાય છે. તમે પણ આ લેખમાં આપેલી જાણકારી અનુસાર દિવાળીના દિવસે લક્ષ્મી-ગણેશજીની પૂજા દરમિયાન જણાવેલ ફૂલોનો ઉપયોગ કરવાથી બચો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)