સનાતન ધર્મમાં દિવાળીનો પર્વ ખુબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. ધનતેરસથી દિવાળીની શરૂઆત થઇ જાય છે. હિન્દુ પંચાંગ અનુસાર કારતક માસની કૃષ્ણ પક્ષની તેરસ તિથિએ ધનતેરસ ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસનો પર્વ 10 નવેમ્બરના રોજ છે. આ દિવસે આયુર્વેદના પિતા ધન્વંતરિ, કુબેર અને દેવી લક્ષ્મીની પૂજાનું વિધાન છે. સાથે જ ધનતેરસના દિવસે ખરીદીનુ પણ વિશેષ મહત્વ છે.
આ દિવસે લોકો સોના ચાંદીના વાસણ ખરીદે છે.
પંચાંગ અનુસાર કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ધનતેરસનો પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બરના રોજ છે. ધનતેરસની પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 5.45થી શરુ થઇ રાત્રે 7.45 સુધી રહેશે. તો બીજી બાજુ ધનતેરસના દિવસે સોના ચાંદીના વાસણ ખરીદવાનું પણ વિધાન છે. જેનું શુભ મુહૂર્ત 2.35થી શરુ થઇ 11 નવેમ્બર બપોરે 1.57 સુધી છે.
ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદવી માનવામાં આવે છે શુભ
ધાર્મિક માન્યતા અનુસાર ધનતેરસના દિવસે સનાતન ધર્મને માનવ વાળા લોકો સોના ચાંદી ઉપરાંત વાસણ, ગાડી તથા કુબેર યંત્ર પણ ખરીદે છે જે ખુબ શુભ માનવામાં આવે છે. એની સાથે જ આ દિવસે ઝાડુ ખરીદવું પણ ખુબ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ઝાડુ ખરીદવાથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે.
આ ઉપરાંત જો આ દિવસે કોઈ વસ્તુ જાતક નથી ખરીદી શકતા તો એણે સાબુદાણા જરૂર ઘરે લઇ આવવા જોઈએ. આ દિવસે ધાણા ખરીદવાથી પણ ધનની કમી થતી નથી. ઉલ્લેખનીય છે કે જેને કોઈ પણ માત્રામાં ખરીદી શકાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)