ગ્રહોનો રાજા સૂર્ય એક નિશ્ચિત સમય પછી ગ્રહ રાશિ અથવા નક્ષત્ર પરિવર્તન કરે છે. સૂર્યના આ પરિવર્તનથી તમામ રાશિઓ પર અસર જોવા મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 7 નવેમ્બર સવારે 3 વાગ્યાને 52 મિનિટ પર સૂર્યએ વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરી લીધો છે. આ નક્ષત્રમાં 17 નવેમ્બર સુધી રહેશે. ત્યાર બાદ અનુરાધાન નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વિશાખા નક્ષત્રને 27 નક્ષત્રોમાં 16મોં નક્ષત્ર માનવામાં આવે છે.
જેનો સ્વામી ગુરુ છે. એવામાં દિવાળી સુધી કેટલીક રાશિઓને વિશેષ લાભ થશે.
વિશાખા નક્ષત્રમાં સૂર્યના પ્રવેશ કરવાથી કેટલીક રાશિના જાતકોને ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે. એની સાથે જ માતા લક્ષ્મીની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. સૂર્યના નક્ષત્ર પ્રવેશથી આ 3 રાશિઓને વિશેષ લાભ મળી શકે છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકોની કુંડળીમાં સૂર્ય દસમા ઘરનો સ્વામી છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે. પૈસા કમાવવામાં સફળ થવાની સાથે તમે બચત પણ કરી શકશો. પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો મોટાભાગની બાબતો તમારા પક્ષમાં રહેશે. આવી સ્થિતિમાં તમને તમારી મહેનતનું ફળ મળશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થઈ શકે છે. લાંબા સમયથી પેન્ડિંગ પ્રમોશન હવે મળી શકે છે. આ સાથે તમને કોઈ મોટી જવાબદારી પણ મળી શકે છે. વરિષ્ઠ લોકોની મદદથી તમે તમારું પદ પ્રાપ્ત કરી શકશો. વ્યાપાર ક્ષેત્રની વાત કરીએ તો અપાર સફળતાની સાથે નાણાકીય લાભ મળવાની શક્યતાઓ છે. તમે તમારા વિરોધીઓને હરાવી શકશો. આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે. ઉછીના લીધેલા પૈસા પણ પરત મળી શકે છે.
ધન રાશિ
આ નક્ષત્ર પરિવર્તન ગુરુની રાશિ ધન રાશિ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય તમારા નવમા ઘરનો સ્વામી છે. આવી સ્થિતિમાં, તમને લાભ જ લાભ થશે. નોકરી અને વ્યવસાયમાં અપાર સફળતાની સાથે સંપત્તિમાં વધારો થઈ શકે છે. નોકરી કરતા લોકોને નવી તકો મળી શકે છે. જો તમને આવી તક મળે, તો તેને ચૂકશો નહીં. તમે તમારા પોતાના વ્યક્તિત્વ વિશે નવી વસ્તુઓ શીખી શકો છો. બિઝનેસની વાત કરીએ તો કોઈ મોટા સોદા પર હસ્તાક્ષર થઈ શકે છે. તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. અપરિણીત લોકો માટે લગ્ન પ્રસ્તાવ આવી શકે છે.
કુંભ રાશિ
વિશાખા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ કુંભ રાશિના લોકો માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિમાં સૂર્ય સાતમા ઘરનો સ્વામી છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે. નવા કાર્યને લઈને સકારાત્મક અસર જોવા મળી શકે છે. નોકરિયાત લોકોને પણ લાભ મળવાની પૂરી સંભાવના છે. ઉચ્ચ અધિકારીઓ તમારા આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણોથી પ્રભાવિત થશે, જેના કારણે તમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે. મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. તમને પરિવાર અથવા મિત્રો સાથે પ્રવાસ પર જવાનો મોકો મળી શકે છે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)