સૂંઠ અને તાજુ આદુ બંનેના ઘણા હેલ્થ બેનિફિટ્સ છે અને તેમને ડાયટમાં સામેલ કરવા જોઈએ પરંતુ જો તમે કોઈ જોખમી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે એલર્જીથી પસાર થઈ રહ્યા છો તો તમારે થોડુ સમજી-વિચારીને જ તેનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ ડોક્ટરની સલાહ લઈ લો તો વધુ સારુ રહેશે.
આદુ જેને જિંજિબર ઓફિસિનેલના નામથી પણ ઓળખવામાં આવે છે, એક ફૂલ વાળો છોડ છે જે જિંજિબેરેસી પરિવાર સાથે સંબંધિત છે, આ એક મૂળવાળી શાકભાજી છે.
જેનો સ્વાદ તીખો હોય છે જે આને ભોજન બનાવવામાં એક લોકપ્રિય સામગ્રી બનાવે છે. આ પોતાના ઔષધીય ગુણો માટે પણ જાણીતુ છે અને પારંપરિક દવામાં તેનો ઉપયોગ વિભિન્ન બીમારીઓની સારવાર માટે કરવામાં આવે છે.
તાજા આદુને કોઈ પણ પ્રકારે સૂકવવા કે પ્રક્રિયા કરવામાં આવી નથી. તેની સ્કિન સામાન્ય ભૂરી અને રેશેદાર બનાવટ વાળી હોય છે. તાજા આદુમાં તેજ સ્વાદ અને સુગંધ હોય છે, જે તેને ઘણા વ્યંજનોમાં એક જરૂરી ઘટક બનાવે છે, ખાસ કરીને એશિયાઈ વ્યંજનોમાં. તેનો ઉપયોગ સામાન્યરીતે આદુની ચા બનાવવા કે તેના સ્વાસ્થ્ય લાભો માટે સ્મૂદીમાં જોડવા માટે પણ કરવામાં આવે છે.
સૂકુ આદુ
બીજી તરફ સૂકુ આદુ કે પીસેલુ આદુ, તાજા આદુને સૂકવીને અને પીસીને બારીક પાઉડર બનાવીને બનાવવામાં આવે છે. તાજા આદુની તુલનામાં આમાં સામાન્ય પીળો રંગ અને વધુ સ્વાદ હોય છે. સૂંઠનો ઉપયોગ ભોજન બનાવવા અને બેકિંગમાં મસાલા તરીકે સાથે જ પારંપરિક દવામાં પણ કરવામાં આવે છે.
તાજુ અને સૂકવેલુ આદુ બંને જુદા-જુદા લાભ આપે છે, પરંતુ અલગ-અલગ પ્રક્રિયા પદ્ધતિઓના કારણે તેમની પોષણ સંબંધી પ્રોફાઈલ થોડી જુદી હોય છે. તાજા આદુમાં લગભગ 79% પાણી હોય છે, જ્યારે સૂકાયેલા આદુમાં માત્ર 10 ટકા પાણી હોય છે. તેનો અર્થ એ છે કે સૂંઠ પોષક તત્વો અને કેલેરીના મામલે વધુ કેન્દ્રિત છે, કેમ કે આમાં પાણીનું પ્રમાણ ઓછુ હોય છે.
તાજુ આદુ વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેંગનીઝનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. જેમાં જિંજરોલ અને શોગોલ જેવા એન્ટીઓક્સિડેન્ટ પણ હોય છે, જેમાં સોજારોધી ગુણ હોય છે. બીજી તરફ સૂંઠ આયર્ન અને આહાર ફાઈબરનો એક શ્રેષ્ઠ સ્ત્રોત છે. આમાં તાજા આદુની તુલનામાં જિંજરોલ અને શોગોલનું સ્તર વધુ હોય છે.
તાજુ અને સૂકાયેલુ આદુ બંનેના ઘણા ફાયદા છે.
ઉબકા અને ઉલટીથી રાહત આપે છે. તાજુ આદુ ઉબકા અને ઉલટીને ઘટાડવા માટે જાણીતુ છે. ખાસ કરીને ગર્ભાવસ્થા કે કીમોથેરેપી દરમિયાન.
તાજા આદુમાં સોજારોધી ગુણ હોય છે, જે ઓસ્ટિયોઆર્થરાઈટિસ અને રૂમેટીઈડ ગઠિયા જેવી સ્થિતિઓ માટે ફાયદાકારક હોય છે.
તાજા આદુમાં એન્જાઈમ હોય છે જે પાચનમાં મદદ કરે છે અને સોજો, ગેસ અને કબજિયાતમાંથી રાહત અપાવવામાં મદદ કરી શકે છે.
તાજા આદુમાં એન્ટીઓક્સિડેન્ટનું ઉચ્ચ સ્તર રોગ પ્રતિકારક શક્તિને વધારવા અને બીમારીઓથી બચાવવામાં મદદ કરી શકે છે.
રિસર્ચ અનુસાર તાજા આદુનું સેવન માસિક ધર્મના દુખાવાને ઘટાડવામાં મદદ કરી શકે છે.
શરદી અને ફ્લૂના લક્ષણોથી રાહત અપાવે છે
ગળાની ખારાશ અને ખાંસીમાં આરામ માટે સૂકા આદુનો ઉપયોગ ઘણી વખત આદુની ચા બનાવવા માટે કરવામાં આવે છે.
સૂંઠ શરીરમાં સોજાને ઘટાડવા માટે ઉપયોગી છે.
સૂંઠમાં હાજર ફાઈબર કેલેરી સેવનને ઘટાડીને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. બ્લગ શુગર લેવલને નિયંત્રિત કરે છે. અભ્યાસો અનુસાર સૂંઠ ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકોમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
સૂંઠનો સોજા રોધી ગુણ માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો અને માસિક ધર્મના દુખાવા માટે એક લોકપ્રિય ઉપાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)