આસો વદ પક્ષની ત્રયોદશીના દિવસે, ઘરના વડા એ મૃત્યુના દેવતા યમરાજ માટે એક નાનો દીવો છુપાવીને પ્રગટાવવાની પરંપરા છે. આમ કરવાથી પરિવારના કોઈપણ સભ્યને અકાળે મૃત્યુનો ભય રહેતો નથી. આ પરંપરાગત દીવો ઘરના પાછળના ભાગમાં દક્ષિણ તરફ મુખ કરીને પ્રગટાવવામાં આવે છે. આ વિધિ ‘દીપમ’ તરીકે ઓળખાય છે. સનાતન ધર્મ અનુસાર ભગવાન યમરાજનો આ દીવો સૂર્યાસ્ત પછી પ્રગટાવવામાં આવે છે.
આ દિવસે અને આ ઘડીએ ભગવાન યમ દેવ એક દીવો દાન કરવાથી પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી વ્યક્તિના પરિવારમાં કોઈનું અકાળે મૃત્યુ થતું નથી.
આ માટેની તિથિ અને સમય આ પ્રમાણે છે
- દીપમ વિધિ આસો વદ તેરસ બપોરે 12.35 થી શરૂ થાય છે (10 નવેમ્બર, 2023)
- દીપમ વિધિ આસો વદ તેરસનાં રોજ સમાપ્ત થાય છે: 01.57 PM (11 નવેમ્બર, 2023)
- આ દીવો મોડી રાત્રે પ્રગટાવવો જોઈએ.
ધન તેરસના દિવસે ગત વર્ષે વપરાયેલા જૂના દીવામાં ચારેય બાજુ દીવેટ મૂકો.
તેને સરસવના તેલથી ભરી દો, પછી મોડી રાત્રે તેને ઘરની બહાર દક્ષિણ દિશામાં રાખો અને નીચે આપેલા મંત્રનો જાપ કરીને તે દીવાને પ્રગટાવો અને પાછળ જોયા વગર પાછા આવો.
પ્રયત્ન કરો કે દીવો પ્રગટાવતી વખતે તમને કોઈ ન જુએ.
मृत्युनां दण्डपाशाभ्यां कालेन श्यामया सह।
त्रयोदश्यां दीपदानात् सूर्यजः प्रीयतां मम्।
પરંપરા મુજબ યમરાજના નામ પર દીવો પ્રગટાવતી વખતે લોકોની નજરથી દૂર રહેવું જોઈએ. તેની પાછળની માન્યતા છે કે આમ કરવાથી પરિવાર પર ખરાબ નજર નથી લાગતી. પરિવારના લોકો ખરાબ નજર અને નકારાત્મક શક્તિઓથી સુરક્ષિત રહે છે અને તમારા ધન પ્રાપ્તિમાં આવતા અવરોધો દૂર થાય છે, દેવી લક્ષ્મીની વિશેષ કૃપા વરસે છે.
પ્રાચીન સમયમાં, રાજા હેમનું શાસન હતું. ઘણી પ્રાર્થના પછી તેને પુત્ર-રત્ન મળ્યો. રાજાએ રાજ્યના જ્યોતિષીને પુત્રની કુંડળી બતાવી. જ્યોતિષે કહ્યું કે લગ્નના ચોથા દિવસે પુત્રનું અકાળે મૃત્યુ થશે. રાજાએ તેના પુત્રને એવી જગ્યાએ મોકલ્યો જ્યાં તેને કોઈ સ્ત્રીનો પડછાયો પણ ન પડે. પરંતુ આવું હોવા છતાં, રાજકુમાર એક રાજકુમારી સાથે પ્રેમમાં પડ્યો. બંનેએ લગ્ન કરી લીધા. લગ્નના ચોથા દિવસે જ્યારે યમદૂતો રાજકુમારને લેવા ગયા, ત્યારે વિચલિત રાજકુમારીએ પૂછ્યું, “મહારાજા, કૃપા કરીને કોઈ ઉપાય સૂચવો જેનાથી અકાળ મૃત્યુનો ભય દૂર થઈ જાય.” યમરાજે કહ્યું કે, કારતક વદ તેરસ એ ઘરનાં મુખ્ય વ્યક્તિ યમરાજના નામનો દીપક દક્ષિણ દિશા તરફ પ્રગટાવશે તો તે અને તેનો પરિવાર અકાળ મૃત્યુના ભયથી મુક્ત થશે. ત્યારથી કારતક વદ તેરસ ઉપર દીવો પ્રગટાવવાની પરંપરા ચાલુ છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)