કારતક માસની અમાસની તિથિના દિવસે દર વર્ષે દિવાળીનો પર્વ મનાવવામાં આવે છે. આ વર્ષે આ પર્વ 12 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. દિવાળીની રાતે માતા લક્ષ્મીની પૂજા આરાધના કરવાનું વિધાન છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા એટલા માટે જ કરવામાં આવે છે, જેથી ઘર પર સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને ધન સબંધિત પરેશાનીઓ દૂર થાય છે. દિવાળીના દિવસે જ ઘણા ઉપાય કરવામાં આવે છે, જેને કરવાથી આખું વર્ષ માતા લક્ષ્મીની વિશેષ કૃપા બનેલી રહે છે.
દિવાળીનો પર્વ એવો પર્વ છે જે તમામ સંપ્રદાય, તમામ પંથના લોકો ધામધૂમથી ઉજવે છે. આ દિવસે માતા લક્ષ્મીની ઉપાસના કરવામાં આવે છે. અમાસની તિથિ હોવાના કારણે દિવાળી પર નાના ઉપાય કરવામાં આવે છે. એવામાં કેટલાક અચૂક ઉપાય કરવામાં આવે જે દિવાળીની રાતે કરવાથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે. એમાં ગોપાલ સહસ્ત્રનામનો પાઠ મુખ્ય છે. દિવાળીની રાતે 108 વખત આ પાઠ કરવાથી તમામ બગડેલા કામ સંપન્ન થાય છે. માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે.
દિવાળી પર કરો આ કામ
સાથે જ દિવાળીના 1 દિવસ પહેલા શ્રીયંત્ર ઘરે લાવવું જોઈએ. બીજા દિવસે અમાસની તિથિ પર પંચામૃતથી શ્રીયંત્રને સ્નાન કરવો. શ્રીયંત્ર પર નાળાછડી બાંધો. લાલા કપડું બાંધો. ત્યાર બાદ માતા લક્ષ્મીને સ્થાપિત કરો. ત્યાર બાદ આખા ચોખા નાખો અને ગાયના ઘીનો દીવો પ્રગટાવો. જો અભાવમાં ગાયના ઘીનો દીવો નહિ પ્રગટાવી શકો તો તેલનો દીવો પ્રગટાવો. સાથે જ માતા લક્ષ્મીના મંત્રનો જાપ કરો. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)