ધનતેરસથી પાંચ દિવસનો દિવાળી તહેવાર શરૂ થાય છે. હિન્દુ ધર્મમાં ધનતેરસનું વિશેષ મહત્વ છે. તેને ધનત્રયોદશી પણ કહેવાય છે. આ દિવસે દેવી લક્ષ્મી અને કુબેરજીની સાથે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાની પરંપરા છે. ઉપરાંત આ દિવસે સોનું, ચાંદી, કપડાં, વાસણો વગેરે ખરીદવાથી શુભ ફળ મળે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વસ્તુઓ ખરીદવાથી નફો 13 ગણી વૃદ્ધિ થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે વિધિપૂર્વક પૂજા કરવાની સાથે કેટલાક ખાસ ઉપાય પણ કરી શકાય છે. આ ઉપાયો કરવાથી વ્યક્તિને માતા લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે અને આખા વર્ષ દરમિયાન આશીર્વાદ રહે છે. જાણો ધનતેરસ પર કયા શુભ ઉપાય કરવા જોઈએ.
ધનતેરસ પર કરો આ ઉપાય
ચોખાના (અક્ષત) ઉપાયો
ધનતેરસના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની યોગ્ય પૂજા માટે 21 ચોખા (અક્ષત) લો. આ ચોખા તૂટેલા ન હોય તેનું ધ્યાન રાખવું. હવે ચોખાને સ્વચ્છ લાલ કપડામાં બાંધીને પૂજા કરો અને તેને તમારી તિજોરી કે જ્યાં પૈસા – દાગીના રાખતા હોય તે સ્થાને મૂકી દો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી આર્થિક તંગીમાંથી રાહત મળે છે.દિવાળીમાં માતા લક્ષ્મીની પૂજાની સાથે અમુક જ્યોતિષ ઉપાય કરવાથી ધન-સંપત્તિ – સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
દીપ પ્રગટાવો
ધનતેરસ પર રાત્રે 13 દીવા પ્રગટાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેના માટે 13 દીવા લો અને તેમાં ઘી વાળી દિવેટ ની સાથે એક-એક કોડી પણ નાંખો. હવે તેને તમારા ઘરના આંગણામાં રાખો. ત્યારબાદ અડધી રાત્રે 13 કોડી લઇ તેને ઘરના કોઈ ખૂણામાં દાટી દો. આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. આનાથી વ્યવસાયમાં પણ અપાર સફળતા પ્રાપ્ત થાય છે.
દેવી લક્ષ્મીને લવિંગ અર્પણ કરો
ધનતેરસના દિવસે ભગવાન કુબેરની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. પૂજા કરવાની સાથે સાથે દેવી લક્ષ્મીને બે લવિંગ અર્પણ કરો. આ ઉપાય દરરોજ કરો. આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
ગોમતી ચક્રનો ઉપાય
ધનતેરસના દિવસે 5 ગોમતી ચક્ર લો અને તેના પર કેસર અને ચંદન વડે ‘શ્રી હ્રીમ શ્રી’ લખો. હવે દેવી લક્ષ્મીની વિધિવત પૂજા કરો. ત્યારબાદ જો તમે ઈચ્છો તો આ ગોમતી ચક્રને સ્વચ્છ લાલ કપડામાં બાંધીને ધનના સ્થાને પર રાખો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)