fbpx
Saturday, October 26, 2024

આર્થિક સંકટને દૂર કરવા માટે સાવરણીનો શ્રેષ્ઠ ઉપાય કરો

હિન્દુ ધર્મમાં દિવાળીને સૌથી મોટા તહેવારોમાંથી એક માનવામાં આવે છે. દિવાળીનો આ તહેવાર 5 દિવસ સુધી ધૂમધામથી ઉજવવામાં આવશે. આ પર્વની શરૂઆત ધનતેરસથી થઇ જાય છે, જે ભાઈબીજ સુધી ચાલે છે. આ તહેવાર પર ઘરમાં ખુશી લાવવા માટે માતા લક્ષ્‍મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે કેટલાક ટોટકા કરવાથી તમે યશ વૈભવની પ્રાપ્તિ થાય છે.

જણાવી દઈએ કે ધનતેરસના દિવસે ઝાડુ ખરીદવાની પરંપરા છે. જ્યોતિષચાર્ય અનુસાર, ધનતેરસના દિવસે ઘરમાં સાવરણી કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. સાથે જ અધૂરા કાર્ય પૂજા થાય છે. એવામાં સાવરણીના કેટલાક ઉપાય કરવા જોઈએ. તો ચાલો જાણીએ આર્થિક તંગી દૂર કરવા માટે સાવરણીના શાનદાર ટોટકા.

દેવી લક્ષ્‍મીના ચરણોમાં ચઢાવોઃ જ્યોતિષ અનુસાર ધનતેરસના દિવસે નવી સાવરણી ખરીદવાની પરંપરા છે. આ માટે ધનતેરસના દિવસે પૂજા દરમિયાન દેવી લક્ષ્‍મીના ચરણોમાં સોના, ચાંદી અથવા તાંબાથી બનેલી નવી સાવરણી અર્પણ કરવી જોઈએ. આ પછી સાવરણીને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં રાખો. આવું કરવાથી દેવી લક્ષ્‍મીની કૃપા પ્રાપ્ત થાય છે, જેના કારણે ઘરમાં આર્થિક સંકટ નથી રહેતું. તેમજ તમારી તિજોરી હંમેશા ભરેલી રહેશે.

સાવરણીનું દાન કરોઃ ધનતેરસના દિવસે દેવી લક્ષ્‍મીની કૃપા મેળવવા માટે સાવરણીનું દાન પણ કરી શકાય છે. જો તમે બજારમાંથી બે નવી સાવરણી ખરીદો છો, તો તેમાંથી એક જરૂરતમંદ વ્યક્તિને દાનમાં આપવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. સાથે જ ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મકતા હંમેશા વહેવા લાગે છે.

જૂની સાવરણી છુપાવી દો: જો તમે ધનતેરસ પર નવી સાવરણી લાવો છો તો જૂની સાવરણી ઘરમાં છુપાવી જોઈએ. જૂની સાવરણીને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈના પગ તેને અડકી ન શકે. આમ કરવાથી દેવી લક્ષ્‍મીનો વાસ થાય છે. તેનાથી બગડેલા કામ સરળતાથી થવા લાગે છે.

જૂની સાવરણી તરત જ ફેંકી ન દેવો: જો તમે ઘરમાં નવી સાવરણી લાવ્યા છો તો જૂની સાવરણી તરત જ ફેંકી ન દેવી. કારણ કે આમ કરવું અશુભ માનવામાં આવે છે. હિંદુ ધર્મ અનુસાર હોલિકા દહન, અમાવસ્યા કે શનિવારે જૂની સાવરણી બહાર કાઢવી જોઈએ. જો તમે આ કરો છો તો દેવી લક્ષ્‍મી ખૂબ જ પ્રસન્ન થાય છે, જેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે.

સાવરણી ઉપરથી લઇ કપૂર ઘમાં ફેરવો: ધનતેરસના દિવસે સૌ પ્રથમ તમારે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને ઘર સાફ કરવું જોઈએ. આવું કરવું શુભ માનવામાં આવે છે. સાવરણીથી સાફ કર્યા પછી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો અને કપૂર સળગાવો અને તેને આખા ઘરમાં સાવરણી પર લઇને ફેરવો. જ્યોતિષ અનુસાર જો આ ઉપાય કરવાથી ઘરમાં કોઈ બીમાર હોય તો તે જલ્દીથી સ્વસ્થ થઈ જાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles