દર વર્ષે કારતક માસની અમાસના રોજ પ્રકાશનો તહેવાર દિવાળી ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવાળી 12 નવેમ્બરના રોજ છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મી અને સુખ સમૃદ્ધિના દાતા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સાધકના જીવનમાં તમામ પ્રકારના સુખ મળે છે. સાથે જ માન-સન્માન, પદ, પ્રતિસ્થા પ્રાપ્ત થાય છે. પંડિત આશિષ શર્મા અનુસાર, કારતક માસની અમાસ તિથિ પર ઘણો અદભુત યોગ બની રહ્યો છે. આ યોગોમાં ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરવાથી ધન, આવક, સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે.
દિવાળી શુભ મુહૂર્ત
દિવાળીના દિવસે પ્રદોષ કાળમાં ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ થાય છે. જ્યોતિષ પ્રદોષ કાળમાં પૂજા કરવાની સલાહ આપે છે. આ વર્ષે કારતક માસની અમાસની તિથિ 12 નવેમ્બરે બપોરે 2 વાગ્યાને 44 મિનિટ પર શરુ થશે અને બીજા દિવસે 13 નવેમ્બરે બપોરે 2.56 મિનિટ પર સમાપ્ત થશે.
દિવાળીના દિવસે પ્રદોષ કાળમાં દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. દિવાળી 12 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે પ્રદોષ કાળ સાંજે 5 વાગ્યાને 39 મિનિટથી સાંજે 7 વાગ્યાને 35 સુધી રહેશે. રાત હોવાથી પહેલા આયુષ્માન યોગ પણ બની રહ્યો છે. તમે આ યોગમાં પણ ખરીદી કરી શકો છો.
સૌભગ્ય યોગનું થશે નિર્માણ
દિવાળી પર એક ખુબ જ દુર્લભ યોગ ‘સૌભાગ્ય’ યોગ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર સૌભગ્ય યોગને ખુબ શુભ મને છે. આ યોગમાં ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરવાથી સાધકને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. આ યોગ 13 નવેમ્બરના રોજ સાંજે 4 વાગ્યાને 25 મિનિટથી 3 વાગ્યાને 23 મિનિટ સુધી રહેશે. જ્યોતિષ શાસ્ત્ર પણ સૌભાગ્ય યોગમાં શુભ કાર્ય કરવાની સલાહ આપે છે. દિવાળીની તિથિ પર અગ્નિવાસ પૃથ્વી પર રહેશે. આ દરમિયાન હવન અને પૂજા કરવાથી વિશેષ ફળદાયી સાબિત થશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)