fbpx
Wednesday, December 25, 2024

એક રૂપિયાનો સિક્કો રાતોરાત બનાવી દેશે ધનવાન, દિવાળીની રાત્રે કરો આ ઉપાય

દિવાળીનો પર્વ એટલે કે પ્રકાશનો પર્વ. માન્યતા છે કે દિવાળીની રાત ખૂબ જ ખાસ હોય છે. આ સમયે મા લક્ષ્‍મીનું આગમન થાય છે. માન્યતા છે કે જે ઘરમાં મા લક્ષ્‍મીની પૂર્ણ વિધિ-વિધાનથી આ દિવસે પૂજા કરવામાં આવે છે. ત્યાં મા લક્ષ્‍મી સૌથી પહેલા તે ઘરમાં પ્રવેશ કરે છે અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. તેવામાં ઘણા પ્રકારના ઉપાય ધન પ્રાપ્તિની કામનાથી કરવામાં આવે છે.

દિવાળીની રાતે કાજલ બનાવવાથી લઇને એક રૂપિયાના સિક્કા સુધીના ઉપાય ખૂબ જ લાભકારક માનવામાં આવે છે. આજે અમે તમને દિવાળી પર એક રૂપપિયાના સિક્કાથી કરવામાં આવતા ધન લાભના ઉપાય સાથે જોડાયેલી મહત્વપૂર્ણ જાણકારી આપવા જઇ રહ્યાં છીએ.

દિવાળીની રાતે કરો એક રૂપિયાના સિક્કાના ઉપાય

માન્યતા છે કે દિવાળીના દિવસે કરવામાં આવતા તમામ ઉપાયમાં લક્ષ્‍મીના આશીર્વાદથી ફલિત થાય છે. પરંતુ આ ઉપાયો કરવાનો સાચો નિયમ ખબર હોવા જરૂરી છે. દિવાળીના દિવસે મા લક્ષ્‍મી અને ભગવાન ગણેશની પૂજા દરમિયાન એક રૂપિયાના સિક્કાની પૂજા પણ કરવામાં આવે છે.

એક રૂપિયાનો સિક્કો તમે મા લક્ષ્‍મીની પૂજા દરમિયાન તેના ચરણોમાં ચડાવી દો. પૂજા સમાપ્ત થયા બાદ તેને ઘરની છત પર એક પ્રગટાવેલા દીવાની નીચે આખી રાત રાખો. દિવાળીના બીજા દિવસે આ સિક્કાને તમે તે જગ્યાએ મૂકી દો જ્યાં તમે તમારા ઘરમાં ધન રાખો છો. માન્યતા છે કે આવું કરવાથી તમને ક્યારેય ધન હાનિ નહીં થાય.

મા લક્ષ્‍મીની પૂજામાં મૂકેલો એક રૂપિયાનો સિક્કો એક લાલ નાડાછડીમાં બાંધી લો અને તમારા ઘરની તિજોરીમાં મૂકી દો. આવું કરવાથી તમારુ ધન વધતું રહેશે અને ઘરમાં બરકત રહેશે.

એક રૂપિયાના સિક્કાને સરસિયાના તેલ વાળી દિવાની નીચે મૂકો અને પછી દિવો પ્રગટાવો ત્યારે જ આ વિધિ પૂર્ણ માનવામાં આવશે.

મા લક્ષ્‍મીની કૃપા મેળવવા માટે તેમને ચડાવેલુ સિંદૂર, અક્ષત અને નાડાછડીને એક રૂપિયાના સિક્કા પર લગાવી દો અને તે જ ચડાવેલી નાડાછડીથી તેને બાંધીને એવી જગ્યાએ મૂકો જ્યાં તમે ધન મૂકો છો. આવું કરવાથી મા લક્ષ્‍મીની કૃપા જલ્દી પ્રાપ્ત થશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles