fbpx
Saturday, October 26, 2024

આ સામગ્રી વિના દિવાળીની પૂજા અધૂરી માનવામાં આવે છે, જાણો તમામ વિગતો

દિવાળીના તહેવારો શરૂ થઇ ગયા છે. આ તહેવારને દેશભરમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસો દરમિયાન કરવામાં આવતી લક્ષ્‍મી-ગણેશની પૂજા માણસના જીવનમાં રહેલા તમામ દુઃખોને દૂર કરી લે છે. આ વર્ષે દિવાળીનો તહેવાર 12 નવેમ્બરના રોજ મનાવવામાં આવશે. તેથી જરૂરી છે કે તમે પહેલાથી જ પૂજાની તમામ સામગ્રીઓ ખરીદી લો. તો ચાલો જાણીએ દિવાળીની પૂજામાં ઉપયોગમાં લેવામાં આવતી તમામ સામગ્રી અને વિધિ વિશે.

દિવાળીની પૂજામાં જરૂરી છે આ તમામ સામગ્રીઓ

દિવાળીની પૂજા કરતી વખતે તમારી પાસે લાકડાની ચોકી, લાલ કપડું, લક્ષ્‍મી-ગણેશની મૂર્તિ, કંકુ, હળદરના ટુકડા, રોલી, પાન, સોપારી, લવિંગ, અગરબત્તી, ધૂપ, દીવો, લો, દીવાસળી, ઘી, ગંગાજળ, પંચામૃત, ફૂલો, ફળ, કપૂર, ઘઉં, દુર્વા ઘાસ, જનેઉ, પતાશા, ચાંદીના સિક્કા અને કલાવાની મૂર્તિઓ હોવી જોઈએ.

દિવાળીની પૂજા માટે મૂહુર્ત

દિવાળીનો પ્રદોષ કાળ 5.29 વાગ્યાથી રાત્રે 08.08 વાગ્યા સુધી વૃષભ કાળ સાંજે 5.39 વાગ્યાથી સાંજે 7.35 વાગ્યા સુધી અને નિશિતા મૂહુર્ત રાત્રે 11.39 વાગ્યાથી 12.32 વાગ્યા સુધી છે. દિવાળીના દિવસે શુભ મૂહુર્તમાં પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

દિવાળીના દિવસે 5 ભાગમાં વહેંચો પતાશા

દિવાળીના દિવસે પૂજા કરવાની સાથે તમારે પતાશાઓને 5 ભાગમાં વહેંચવા જોઇએ. પહેલો ભાગ ગાય, બીજો ભાગ કોઇ જરૂરિયાતમંદ, ત્રીજો ભાગ પક્ષીઓને, ચોથો ભાગ પીપળના ઝાડની નીચે રાખો અને પાંચમો ભાગ ઘરના લોકોને પ્રસાદ તરીકે વહેંચો.

દિવાળી પર ગણેશ-લક્ષ્‍મીની મૂર્તિ કેવી હોવી જોઇએ?

દિવાળીના દિવસે પૂજામાં લક્ષ્‍મી-ગણેશની જે મૂર્તિઓને પ્રસ્થાપિત કરવામાં આવે છે તેને લઇને પણ અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. લક્ષ્‍મી અને ગણેશની મૂર્તિ ખંડિત ન હોવી જોઇએ. માર્કેટમાં આજકાલ ખૂબ જ ભીડ જોવા મળે છે તેથી ઘણી વખત તૂટેલી મૂર્તિ પણ લઇ લઇએ છીએ. આમ કરવાથી બચવું જોઇએ. કારણ કે તેનાથી પૂજા અધૂરી ગણાય છે.

દિવાળી એ પ્રકાશનો તહેવાર છે. દિવાળીના દિવસે દિવડો પ્રગટાવો અને તેને આખી રાત ઘરમાં રાખો. યાદ રાખો કે દિવડો સતત પ્રગટતો રહેવો જોઇએ. કારણ કે દિવાળીના દિવસે માતા લક્ષ્‍મી અને ભગવાન ગણેશ તેના ભક્તોની ઘરે આવે છે. તેથી આંગણામાં કે ઘરમાં જરાં પણ અંધારું ન હોવું જોઇએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles