fbpx
Saturday, October 26, 2024

આજે સોમવતી અમાવસ્યા, શનિ પીડાથી મુક્તિ મેળવવા કરો આ ઉપાય

આ વખતે સોમવતી અમાવસ્યા તિથિ 12 નવેમ્બરથી શરૂ થઈ રહી છે અને અમાવસ્યા તિથિ બીજા દિવસે 13 નવેમ્બર સુધી રહેશે. અમાવસ્યા તિથિ બે દિવસ હોવાથી અસમંજસ પ્રવર્તી રહી છે. તમને જણાવી દઈએ કે એક વર્ષમાં કુલ 12 અમાવસ્યા તિથિઓ હોય છે. અમાવસ્યા તિથિ પર પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને અમાવસ્યા તિથિ સોમવાર હોવાથી તેનું મહત્વ વધુ વધી જાય છે.

ચાલો જાણીએ અમાવસ્યા તિથિનું મહત્વ અને આ દિવસે કરવામાં આવતા ઉપાયો વિશે.

સોમવાર 13 નવેમ્બરનો દિવસ ખૂબ જ ખાસ છે. આ દિવસે આસો અમાવસ્યા પર સોમવતી અમાવસ્યાનો સંયોગ બની રહ્યો છે. સોમવતી અમાસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ દિવસે વ્રત કરવાનું વિધાન છે. સાથે જ પિતૃઓને જળ અર્પણ કરવામાં આવે છે. સોમવતી અમાસે કરવામાં આવતું વ્રત પરણિત મહિલાઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. સોમવતી અમાવસ્યાનું વ્રત મહિલાઓ સંતાન પ્રાપ્તિ માટે પણ કરે છે. આ ઉપરાંત શનિ સાથે સંબંધિત તમામ પ્રકારના દોષોથી મુક્તિ મેળવવા માટે સોમવતી અમાવસ્યાનો દિવસ ખાસ છે. આ દિવસે આ 5 ખાસ ઉપાય કરવાથી શનિ પીડાથી મુક્તિ મળે છે.

શનિ પીડાથી મુક્તિ મેળવવા સોમવતી અમાસે કરો આ ઉપાય

શનિ સાથે સંબંધિત તમામ પ્રકારના દોષ અને તેની સાથે જોડાયેલા કષ્ટ દૂર કરવા માટે સોમવતી અમાવસ્યા પર શિવ સહસ્ત્રનામનો પાઠ કરો. માન્યતા છે કે તેનાથી શનિ ખૂબ જ પ્રસન્ન થાય છે, અશુભતા દૂર થાય છે.

કાલસર્પ દોષ, શનિ દોષ, પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે સોમવતી અમાવસ્યાના દિવસે પાણીમાં ખાંડ કે ગોળ ભેળવીને પીપળાના વૃક્ષને અર્પણ કરો અને દીવો પ્રગટાવો. તેનાથી સમસ્ત દોષ દૂર થઇ જાય છે. પરિવારમાં ખુશીઓ આવે છે.

સોમવતી અમાવસ્યા પર શિવને સફેદ આંકડાના ફૂલ ચડાવો. આ સાથે જ શિવ ચાલીસાનો પાઠ કરો. તમારુ ભાગ્ય ચમકી ઉઠશે.

સોમવતી અમાવસ્યાના દિવસે શિવ મંદિરમાં શિવલિંગને ગંગાજળથી અભિષેક કરો. શિવજી પર ચડાવેલું થોડુ જળ કળશમાં લઇને ઘરમાં છંટકાવ કરો. તેનાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. ગૃહક્લેશ દૂર થાય છે. ઘરમાં ટોટકાની અસર નથી થતી.

કુંડળીમાં શનિની સાડાસાતી કે ઢૈય્યા ચાલી રહી છે તો સોમવતી અમાવસ્યા પર કાળા તલનું દાન કરો. તેનાથી શનિ, રાહુ-કેતુનો ઘાતક અશુભ પ્રભાવ બેઅસર થાય છે. પિતૃ દોષ પણ દૂર થાય છે.

સોમવતી અમાવસ્યાનું મહત્વ

સોમવતી અમાવસ્યાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી તમને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળશે. તેમજ આ દિવસે પિતૃઓના નામે દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. તેમજ આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles