શિવજીને ભોળાનાથ એટલા માટે પણ કહેવાય છે કે તે સ્વભાવના ખરેખર ભોળા હોય છે તે ભક્તોની ઈચ્છા તુરંત પૂરી કરે છે. શિવજી પોતાના ભક્તની આરાધનાથી ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને તેના સંકટને દૂર કરે છે. હિન્દુ ધર્મ અનુસાર સોમવારનો દિવસ ભગવાન શિવની પૂજા કરવાનો શુભ દિવસ છે આ દિવસે ભગવાન શિવના કેટલાક ઉપાયો કરવાથી જીવન પર તેમના આશીર્વાદ રહે છે અને કષ્ટ દુર થાય છે.
સોમવારના ઉપાય
રુદ્રાક્ષ દાન કરો
વૈવાહિક જીવનમાં જો સમસ્યાઓ ચાલી રહી હોય તો સોમવારના દિવસે શિવ મંદિરમાં રૂદ્રાક્ષનું દાન કરવું માનવામાં આવે છે કે મંદિરમાં રુદ્રાક્ષનું દાન કરવાથી વહીવવાહિક જીવનમાં સુખ શાંતિ રહે છે.
ઉપવાસ કરો
સોમવારના દિવસે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે વ્રત પણ કરી શકાય છે આ દિવસે વ્રત કરીને ભગવાન શિવની આરાધના કરવાથી શિવજી પ્રસન્ન થાય છે અને મનોકામના પૂર્ણ કરે છે આ દિવસે જો તમે આખો દિવસ વ્રત ન કરી શકો તો એક વખત ભોજન કરીને પણ વ્રત કરી શકાય છે
સફેદ વસ્તુનું દાન
હિન્દુ ધર્મમાં દાનનું વિશેષ મહત્વ છે સોમવારના દિવસે જો તમે જરૂરિયાત મંદ વ્યક્તિને ભોજન અથવા સફેદ કપડાનું દાન કરો છો તો તેનાથી શિવજી પ્રસન્ન થાય છે અને જીવનમાં આવેલી સમસ્યાઓને દૂર કરે છે.
મંત્ર જાપ
જો તમે જીવનમાં અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો સોમવારના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમના મંત્રનો જાપ કરવો જોઈએ સોમવારે શિવ મંદિરમાં જઈને ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વખત જાપ કરવો જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)