સનાતન ધર્મમાં એકદાશીની તિથિ ખુબ મહત્વ ધરાવે છે. આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુનું વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. સાથે જ વ્રત પણ રાખવામાં આવે છે. આ વર્ષે દેવઉઠી અગિયારસ 23 નવેમ્બરે છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં નિદ્રામાંથી ઉઠે છે.
આ દિવસે શુભ કાર્યની શરૂઆત થાય છે. જ્યોતિષ અનુસાર, દેવઉઠી એકાદશી પર એક સાથે ઘણા શુભ યોગ બની રહ્યા છે. આ યોગોમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમામ કાર્યોમાં સફળતા મળે છે અને દરેક મનોકામના પુરી થાય છે.
દેવઉઠી એકદાશી શુભ મુહૂર્ત
કારતક માસની શુક્લ પક્ષની એકાદશીની તિથિ 22 નવેમ્બર રાત્રે 11 વાગ્યાને 03 મિનિટ પર શરુ થાય છે. આ તિથિ 23 નવેમ્બર સવારે 9.01 વાગ્યે સમાપ્ત થશે. સનાતન ધર્મમાં ઉદયા તિથિ માનવામાં આવે છે. માટે દેવઉઠી એકાદશીનું વ્રત 23 નવેમ્બરે રાખવામાં આવશે.
દેવઉઠી એકાદશી પર રવિ યોગ બની રહ્યો છે. આ યોગ સવારે 6 વાગ્યાને 50 મિનિટથી બપોરે 16 મિનિટ સુધી રહેશે. જ્યોતિષ રવિ યોગને ખુબ શુભ માને છે. આ યોગમાં જગતના રચયિતા ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મન ચાહ્યું ફળ મળે છે.
સિદ્ધિ યોગ
દેવઉઠી એકાદશી પર સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ યોગ સવારે 11.54મિનિટથી બીજા દિવસે 24 નવેમ્બરની સવાર 9.05 વાગ્યા સુધી રહેશે. સિદ્ધિ યોગ સર્વોત્તમ માનવામાં આવે છે. આ યોગમાં શુભ કાર્ય કરવાથી નિશ્ચિત સફળતા મળે છે. સિદ્ધિ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે.
સર્વાર્થ સિદ્ધિ યોગ
દેવઉઠી એકાદશી પર સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ યોગ સાંજે 5 વાગ્યાને 16 મિનિટથી લઇ બીજા દિવસે 24 નવેમ્બરની સવારે 6 વાગ્યાને 51 મિનિટ સુધી રહેશે. આ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધા કાર્યો સફળ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)