રવિવારનો દિવસ ભગવાન સૂર્યને સમર્પિત છે. જ્યોતિષમાં સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. રવિવારનો દિવસ ભગવાન સૂર્યનો હોવાથી આજના દિવસે સૂર્યદેવની પૂજા કરવું ખુબ જ શુભ કરી માનવામાં આવે છે. કહેવામાં આવે છેઆ દિવસે કેટલાક ઉપાય કરવાથી શ્રદ્ધાળુઓ પર સૂર્યદેવની કૃપા વરસે છે. ત્યાં જ કેટલાક કાર્ય એવા છે જેને રવિવારે ભૂલથી પણ ન કરવું જોઈએ.
આવું કરવાથી મનુષ્યએ દરેક કષ્ટો ઉઠાવવા પડે છે.
રવિવારે મીઠું ન ખાવું જોઈએ
ઘણા લોકો કહે છે કે રવિવારે મીઠું ન ખાવું જોઈએ. આ વાતને કહેવા પાછળ શું કારણ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે મીઠું ખાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આવું કરવાથી વ્યક્તિને દરેક કામમાં અડચણ આવે છે. એટલું જ નહિ આ દિવસે સૂર્યાસ્ત પહેલા ભોજન કરી લેવું જરૂરી માનવામાં આવે છે. આવું ન કરવા પર નુકસાન સહન કરવું પડી શકે છે.
માસ મદિરાનું ન કરો સેવન
રવિવારના દિવસે માસ મદિરાનું સેવન એકદમ નહિ કરવું જોઈએ. આવું કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ કમજોર થાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઇ જાય છે. જેનાથી ન માત્ર ધનસંપત્તિ બરબાદ નથી થતી પરંતુ અનેક રોગો પણ શરીરને ઘેરી લે છે.
આ રંગોના કપડાં ન પહેરો
રવિવારના દિવસે વાળ કાપવા પણ વર્જિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સૂર્ય નબળો પડી જાય છે. આ દિવસે કાળા, વાદળી, ભૂરા કે બ્લુ રંગના કપડાં પહેરવા પણ અશુભ માનવામાં આવે છે.
આ વસ્તુઓ વહેંચવી નહિ
ધાર્મિક વિદ્વાનો અનુસાર, રવિવારના દિવસે તાંબાથી બનેલી અથવા સૂર્ય ભગવાન સાથે સંબંધિત કોઈ વસ્તુ ન વેચવી જોઈએ. આવી ક્રિયાઓને કારણે અશુભ શક્તિઓ સક્રિય થઈ જાય છે. એટલું જ નહીં રવિવારના દિવસે ઉત્તર-પશ્ચિમ દિશામાં યાત્રા ન કરવી જોઈએ. જો તમારે આ દિશાઓમાં જવું પડતું હોય તો પણ તમારે ઘી કે દાળ ખાઈને જ ઘરની બહાર નીકળવું જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)