fbpx
Wednesday, December 25, 2024

આદુનું વધુ પડતું સેવન કરો છો? શરીરમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે

ઋતુ બદલાય ત્યારે ઋતુગત બિમારી થવા લાગે છે. શિયાળો શરૂ થવાની સાથે અનેક બિમારીઓ થવા લાગે છે. જે લોકો ગરમીમાં ગરમ વસ્તુનું સેવન કરતા નથી, તે લોકો શિયાળામાં ગરમ વસ્તુનું સેવન કરવા લાગે છે.

શિયાળામાં ગરમ વસ્તુનું સેવન કરવાથી શરીરમાં ગરમી આવી જાય છે. અનેક લોકો શિયાળામાં આદુની ચા અને આદુના ઉકાળાનું સેવન કરે છે. આદુનું વધુ માત્રામાં સેવન કરવાથી અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે.

આદુનું વધુ સેવન કરવાથી થતા નુકસાન

પેટમાં બળતરા- આદુનું સેવન કરવાથી શરીરમાં ગરમી આવી જાય છે. આદુનું વધુ સેવન કરવાથી પેટમાં બળતરા થાય છે, એસિડ બનવા લાગે છે, ગેસ અને કબજિયાત થાય છે. ભોજન કર્યા પછી આદુનું સીમિત માત્રામાં સેવન કરવાથી પેટ ફૂલવાની સમસ્યા દૂર થાય છે.

બ્લડ ક્લોટિંગ પર અસર- આદુમાં એવા ગુણ રહેલા છે, જેનાથી લોહી પતલુ થાય છે. આદુનું વધુ સેવન કરવાથી બ્લડ ક્લોટિંગ પર અસર થાય છે. જે લોકો લોહી પાતળુ થવાની દવા લઈ રહ્યા છે, તે લોકો આદુનું વધુ માત્રામાં સેવન કરે તેમને તકલીફ થઈ શકે છે.

બ્લડ શુગર લેવલ ઓછું થઈ શકે છે- આદુનું વધુ માત્રામાં સેવન કરવાથી ઈન્સ્યુલિન લેવલ પર અસર થાય છે, જેના કારણે બ્લડ શુગર લેવલ અચાનક ઓછું થઈ શકે છે.

મોઢામાં બળતરા થવી- આદુનું નિશ્ચિત માત્રા કરતા વધુ માત્રામાં સેવન કરવાથી મોઢામાં બળતરા થવાની સમસ્યા થઈ શકે છે. આ કારણોસર આદુનું સીમિત માત્રામાં જ સેવન કરવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles