ફળોનું સેવન કરવું તે આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. બિમારી દરમિયાન ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે. રાતના સમયે કેટલાક ફળો બિલ્કુલ પણ ના ખાવા જોઈએ, નહીંતર આખી રાત હેરાન થવું પડી શકે છે.
ફળો ખાવાનો એક યોગ્ય સમય હોય છે અને તે સમય દરમિયાન જ ફળ ખાવા જોઈએ.
દ્રાક્ષ- રાતના સમયે દ્રાક્ષ બિલ્કુલ પણ ના ખાવી જોઈએ, નહીંતર રાત્રે પેટ ખરાબ થઈ શકે છે.
સંતરા- અનેક લોકોને સંતરા ખૂબ જ પસંદ હોય છે. તમને જણાવી દઈએ કે, રાતના સમયે સંતરા ના ખાવા જોઈએ નહીંતર આરોગ્ય જોખમાઈ શકે છે.
સફરજન- સફરજન ખાવાથી અનેક પરેશાની દૂર થાય છે. રાતના સમયે સફરજન ના ખાવું જોઈએ, નહીંતર આરોગ્ય પર ખોટી અસર થઈ શકે છે.
મોસંબી- મોસંબીની તાસીર ઠંડી હોય છે, આ કારણોસર રાત્રે મોસંબીનું સેવન ના કરવું જોઈએ.
ચીકૂ- ચીકૂ ટેસ્ટી અને હેલ્ધી હોય છે, પરંતુ રાતના સમયે આ ફ્રુટનું સેવન કરવાથી આરોગ્ય પર ઊંધી અસર થઈ શકે છે.
કેળા- કહેવામાં આવે છે કે, કેળા ઠંડા હોય છે. આ કારણોસર રાત્રે આ ફળનું સેવન કરવું તે હાનિકારક ગણવામાં આવે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)