મની પ્લાન્ટનો છોડ મોટાભાગના લોકો પોતાના ઘરમાં રાખે છે, પરંતુ જો તમે મની પ્લાન્ટ સાથે સ્પાઇડર પ્લાન્ટ રાખશો તો તમને અનેક ગણો ફાયદો થશે. સ્પાઇડ પ્લાન્ટ વાસ્તુ સહિત જ્યોતિષ અને ફેંગશુઇમાં પણ ભાગ્યશાળી માનવામાં આવે છે. સ્પાઇડર પ્લાન્ટ કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરે છે અને ઓક્સિજન છોડે છે, જે ઘરના વાતાવરણને શુદ્ધ રાખે છે અને ઘરને સજાવવા માટે પણ કામ આવે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સ્પાઇડર પ્લાન્ટના આસપાસ હોવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ધન સંપત્તિની સમસ્યાનો અંત આવે છે. ચાલો જાણીએ કે મની પ્લાન્ટ સાથે જો સ્પાઇડર પ્લાન્ટ રાખવામાં આવે તો કયા પ્રકારના ફાયદા થાય છે.
આ દિશામાં લગાવો સ્પાઇડર પ્લાન્ટ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, મની પ્લાન્ટ સાથે સ્પાઇડર પ્લાન્ટને ઉત્તર, ઉત્તર-પૂર્વ કે ઉત્તર-પશ્ચિમ દિશામાં લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધન લાભના યોગ બનવાનું શરૂ થઇ જાય છે. સાથે જ તે ઘરના વાસ્તુ દોષને પણ દૂર કરે છે. ધ્યાન રાખો કે આ છોડને દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ન રાખો અને તેને સૂકાવા પણ ન દો. નહીંતર તમને અશુભ પરિણામ મળશે.
ઘરની અંદર રાખવાથી થશે આ ફાયદા
ઘરની અંદર જો તમે આ છોડ લગાવવા માગો છો તો તમે ઘરના લિવિંગ એરિયા, રસોડુ, બાલકની કે સ્ટડી રૂમમાં લગાવી શકો છો. આવું કરવાથી આ છોડ ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખે છે અને ખરાબ પ્રભાવ દૂર કરે છે, જેનાથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ જળવાઇ રહે અને તમામ સભ્યોની ઉન્નતિ પણ થાય છે.
આ બીમારીઓને દૂર રાખશે છોડ
સ્પાઇડ પ્લાન્ટ ઘરમાં લાવવાથી સ્ટ્રેસ હોર્મોનનું સ્તર ઓછું થઇ જાય છે. તે તણાવ અને નિરાશાને દૂર કરી જીવનમાં ખુશી લાવે છે. સાથે જ દિલની બીમારી અને બ્લડ પ્રેશરની સમસ્યાથી પણ દૂર રાખે છે. આ ઉપરાંત, તે ઘરમાં ખરાબ ઉર્જા સમાપ્ત કરી સકારાત્મક ઉર્જાના પ્રવાહમાં સુધાર લાવે છે. જો તેને યોગ્ય રીતે રાખવામાં આવે તો મોટામાં મોટી સમસ્યાથી પણ બચી શકાય છે.
ઘરની હવાને શુદ્ધ રાખે છે સ્પાઇડર પ્લાન્ટ
સ્પાઇડર પ્લાન્ટને ઘરમાં રાખવાથી તે એર પ્યૂરીફાયરની જેમ કામ કરે છે અને આખા ઘરમાં શુદ્ધ હવા રાખે છે. આ છોડ હવામાં રહેલા 95 ટકાથી વધુ ઝેરી તત્વોને કાઢે છે. તેને તમે કોઇપણ સામાન્ય કુંડામાં રાખી શકો છો. આ છોડને જોઇને એવું લાગે છે, જેમ કે કરોળિયા કુંડામાંથી નીચે લટકી રહ્યાં હોય. તેથી આ છોડને સ્પાઇડર પ્લાન્ટ કહેવામાં આવે છે.
આ છોડને રાખવાથી કરિયરમાં થશે પ્રગતિ
નોકરી કે વેપારમાં પ્રગતિ માટે તમે સ્પાઇડર પ્લાન્ટને તમારા કાર્યસ્થળ પર મની પ્લાન્ટ સાથે રાખી શકો છો, આવું કરવાથી તમારી આસપાસ સારો માહોલ રહે છે અને કામમાં પણ પ્રગતિ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મની પ્લાન્ટની સાથે આ છોડ રાખવાથી કરિયરમાં પ્રગતિના સારા અવસર મળે છે અને કામકાજમાં આવી રહેલી અડચણ દૂર થાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)