fbpx
Saturday, December 28, 2024

શનિદેવની કુદ્રષ્ટિથી બચવા આ ઉપાય કરવાથી સાડાસાતી અને ઢૈયામાં મળશે રાહત

શાસ્ત્રમાં શનિદેવને કર્મફળ દાતા કહેવામાં આવે છે. એવામાં શનિદેવ એ લોકો પર હંમેશા પોતાની કૃપા દ્રષ્ટિ રાખે છે જે ન્યાયસંગત કાર્ય કરે છે. એટલે જે જરૂરિયાતમંદોને મદદ કરે છે, બેસહારોની સહારો આપે છે, કર્મઠ સ્વભાવ થાય છે અને જે કોઈને સંતાન નથી, એને શનિદેવ હંમેશા સહારો આપે છે. જ્યોતિષ ગણના અનુસાર, શનિદેવ આ સમયે પોતાની સ્વરાશિમાં માર્ગી થઇ સંચરણ કરી રહ્યા છે.

આ સ્થિતિમાં શનિદેવ વર્ષ 2024 સુધી પણ રહેશે. એવામાં શનિદેવ કેટલીક રાશિઓ પર નવા વર્ષમાં પણ પોતાની ખરાબ રાજાર રાખશે. તો ચાલો જાણીએ આમા કઈ કઈ રાશિઓ સામેલ છે.

આ રાશિઓ પર રહેશે શનિની સાડાસાતી

જ્યોતિષીય ગણતરી મુજબ વર્ષ 2024માં શનિ કુંભ રાશિમાં રહેશે. આવી સ્થિતિમાં કુંભ, મકર અને મીન રાશિના લોકો પર શનિની સાડાસાતી રહેશે. જ્યોતિષશાસ્ત્રમાં શનિની સાડાસાતીના ત્રણ તબક્કાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. હાલમાં મકર રાશિના લોકો માટે શનિનું ત્રીજુ ચરણ ચાલી રહ્યું છે. જ્યારે મીન રાશિના લોકો માટે શનિનું પ્રથમ ચરણ ચાલી રહ્યું છે અને કુંભ રાશિના લોકો માટે શનિની સાડાસાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. શનિની સાડાસાતી દરમિયાન વ્યક્તિને અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં શનિની સાડાસાતીથી પીડિત લોકોએ તેનાથી રાહત મેળવવા માટે શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય કરવા જોઈએ. શનિ ચાલીસાનો પાઠ કરવાથી, શનિ મંત્રનો જાપ કરવાથી અને જરૂરિયાતમંદોની મદદ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

આ બે રાશિઓ પર છે શનિની ઢૈયાનો પ્રભાવ

શનિ કુંભ રાશિમાં હોવાને કારણે વૃશ્ચિક અને કર્ક રાશિના લોકો શનિના પ્રભાવથી પ્રભાવિત થશે. શનિ-ઢૈયાનો સમયગાળો અઢી વર્ષનો છે. તેમજ જ્યારે શનિદેવ અન્ય રાશિમાં ગોચર કરે છે ત્યારે તેની અસર સમાપ્ત થઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની સાડાસાતી દરમિયાન વ્યક્તિએ જોખમી કાર્યો કરવાથી બચવું જોઈએ. સાથે જ કોઈ પણ કામમાં ઉતાવળ કરવાથી બચવું જોઈએ. આટલું જ નહીં, શનિની ઢૈયાથી પીડિત લોકોએ આ સમયગાળા દરમિયાન વાહનોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, કારણ કે શનિ ઢૈયા દરમિયાન ઈજા અને અકસ્માત થવાની સંભાવના રહે છે. આવી સ્થિતિમાં શનિની સાડાસાતીથી પીડિત લોકોએ વર્ષ 2024માં પણ ખાસ સાવધ રહેવું પડશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles