વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમયાંતરે ગોચર કરીને શુભ યોગ અને રાજયોગનું નિર્માણ કરે છે. જેનો પ્રભાવ સીધી રીતે માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઇએ કે, ડિસેમ્બરના મહિનામાં 4 રાજયોગનું નિર્માણ થવા જઇ રહ્યું છે. આ રાજયોગ મંગળ, શનિ, શુક્ર અને ગુરુ-ચંદ્રની યુતિથી રચાશે. જેમાં મંગળ ગ્હ રૂચક રાજયોગ રચી રહ્યાં છે. ત્યાં શનિ દેવ શશ રાજયોગ, શુક્ર ગ્રહ માલવ્ય રાજયોગ ત્યાં ગુરુ અને ચંદ્રની યુતિથી ગજકેસરી રાજયોગનું નિર્માણ થશે. જેનાથી કેટલીક રાશિઓની કિસ્મત ચમકી શકે છે. સાથે જ આ રાશિઓને આકસ્મિક ધનલાભ થઇ શકે છે. ચાલો જાણીએ આ લકી રાશિઓ કઇ છે.
મેષ રાશિ
તમારા માટે ડિસેમ્બરનો મહિનો કરિયર અને બિઝનેસની દ્રષ્ટિએ લાભકારક સાબિત થઇ શકે છે. કારણ કે રાજયોગ તમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે. તેવામાં તમારા જીવનમાં સફળતાનો દોર શરૂ થઇ જશે. તમને કરિયર સાથે જોડાયેલી સારી તકો મળવાનું શરૂ થઇ જશે. સાથે જ આ સમયે તમને સમયાંતરે આકસ્મિક ધન લાભ થશે. સાથે જ સંતાન પક્ષ તરફથી કોઇ શુભ સમાચાર મળી શકે છે. તેવામાં તમારી રાશિના સ્વામી મંગળ ગ્રહ તમને ભૂમિ અને વાહનનું સુખ આપી શકે છે. સાથે જ જે લોકો રિસર્ચ સાથે જોડાયેલા છે, તેને આ સમયે સારી સફળતા મળી શકે છે.
તુલા રાશિ
ડિસેમ્બર મહિનો તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે ચાર રાજયોગ તમારી દરેક મનોકામના પૂર્ણ કરી શકે છે. મહેનત કરવાથી તમને સફળતા મળશે અને તમારું મન ધાર્મિક કાર્યમાં લાગેલું રહેશે. તમારા દરેક કાર્યોમાં મહેનત કરવાથી તમને ફાયદો થશે. ઉપરાંત, આ મહિનામાં તમને તમારા સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. ઉપરાંત, નોકરી કરતા લોકો ઓફિસમાં સિનિયર લોકો સાથે વધુ સારું તાલમેલ રાખશો અને તમને અનુકૂળ પરિણામ મળશે. તમે આ મહિને કોઈપણ લક્ઝરી વસ્તુ પણ ખરીદી શકો છો. તેમજ આ મહિને શુક્રના પ્રભાવથી તમારું વ્યક્તિત્વ આકર્ષક રહેશે.
ધનુ રાશિ
ચાર રાજયોગનું રચાવું તમારા માટે શુભ સાબિત થઇ શકે છે. આ રાજયોગ ડિસેમ્બરમાં તમને અઢળક ધન અપાવી શકે છે. તમારી આવકમાં વધારો થઇ શકે છે. સાથે જ આવકના નવા સ્ત્રોત બની શકે છે. તેવામાં જો તમે બિઝનેસ કરો છો તો તમારા વેપારનો વિસ્તાર થઇ શકે છે. તમને નોકરી કે બિઝનેસના મામલે આ સમયે અણધાર્યો લાભ થવાની આશા છે. તમારા ધન-સન્માનમાં વધારો થશે અને અટવાયેલી યોજનાઓ ફરીથી શરૂ થઇ શકે છે. આ સમયે તમે કોઇ વાહન અને પ્રોપર્ટી ખરીદી શકો છો. સાથે જ આ મહિને તમારી ઇચ્છાઓ પૂરી જશે. કાર્યોની સિદ્ધિ પણ થશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)