fbpx
Thursday, December 26, 2024

શિયાળામાં કેટલું પાણી પીવું જોઈએ, ઓછું પાણી પીવાથી બીમારી થઈ શકે છે?

શિયાળાની શરુઆત થઈ ચૂકી છે. જો આ ઋતુમાં કોઈ વસ્તુ પર સૌથી વધારે અસર થાય છે તો તે છે પાણીપીવાની આપણી રીત. હંમેશા લોકો વિચારે છે કે, આપણા શરીરને શિયાળામાં પાણીની જરુર ઓછી હોય છે પરંતુ આવું નથી. ઠંડા વાતાવરણના કારણે આ ઋતુમાં પાણી પીવાની તરસ ઓછી લાગે છે પરંતુ આપણા શરીરને પાણીની જરુર એટલી જ હોય છે જેટલી ઉનાળામાં હોય છે. જો કે, પાણીની તરસ ઘણી બાબતો પર નિર્ભર છે.

આસપાસનું વાતાવરણ

આપણી તરસને આપણા આસપાસના વાતાવરણ સાથે સીધો સંબંધ છે કારણ કે, ગરમ પ્રદેશોમાં લોકોને પાણી પીવાની વધુ આવશ્યકતા છે. તો ઠંડા પ્રદેશોમાં ઓછું પાણી. કારણ કે, ગરમી આપણા શરીરમાંથી પરસેવામાં બહાર નીકળી જાય છે. એટલા માટે આપણી બોડીને હાઈડ્રેટ રાખવા માટે આપણે વધુ પાણી પીવું જોઈએ. શિયાળામાં આવું જોવા મળતું નથી.

કામનો પ્રકાર

કામનો પ્રકાર તમારી તરસ પર અસર કરે છે. જો તમે વધુ શારિરીક શ્રમ કરો છો તો તમારે વધારે પાણી પીવાની આવશ્યકતા હોય છે જો તમારે કામ વધારે મહેનત વાળું નથી તો તેમજ તડકાંનું કામ નથી તો તમારે પાણીની જરુરત ઓછી પડે છે.

ઉંમર

ઉંમરનો અને તરસનો સીધો સંબંધ છે કારણ કે, બાળકો ભાગદોડ કરતા હોય છે અને શારીરિક પ્રવુતિ વધી જાય છે તેથી પાણી પીવાની જરુર વધારે પડે છે. તો ઉંમર વધવાની સાથે સાથે તરસ ઓછી લાગે છે.

મેડિકલ હિસ્ટ્રી શું કહે છે

ઘણા પ્રકારના રોગોમાં દર્દીને વધુ પાણીની જરૂર પડે છે, ગરમ દવાઓના સેવનથી તેનું પાણીનું સેવન વધી જાય છે,આપણા શરીરને દરરોજ 8-10 ગ્લાસ પ્રવાહીની જરૂર હોય છે.

તમે પાણી, રસ, સૂપ, દૂધ, ચા, નારિયેળ પાણી અને ફળો પણ લઈ શકો છો.

શરીરને પાણીની કેમ જરુર છે ?

શરીરમાં પાણીની ઉણપથી ડિહાઈડ્રેશન થઈ શકે છે, જેના કારણે ત્વચાની સમસ્યા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

(નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles