હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીની પૂજા કરવામાં આવે છે ત્યાં હંમેશા માતા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની કૃપા રહે છે. આ જ કારણે તુલસીને પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં તુલસીનો છોડ હોવાથી સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. પરંતુ ઘણી વખત તુલસી અંગે આપણે નાની નાની ભૂલો કરી બેસીએ છે જેના કારણે વ્યક્તિના જીવન પર ખરાબ અસર પડે છે. તો ચાલો જાણીએ એવી વસ્તુઓ અંગે જે તુલસીના છોડ સામે ક્યારે ન રાખવી જોઈએ.
તુલસી પાસે ન રાખો આ વસ્તુઓ
ગણેશજીની મૂર્તિ
એક દંતકથા અનુસાર, એક વખત ગણેશજી નદીના કિનારે ધ્યાન કરી રહ્યા હતા. એટલામાં જ તુલસી ત્યાંથી બહાર આવી અને તેમની સુંદરતાથી મોહિત થઈ તેમની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ગણેશજીએ તેમને ના પાડી. જેના કારણે તુલસીજી ગુસ્સે થયા અને ગણેશજીને બે લગ્નનો શ્રાપ આપ્યો. આ જ કારણથી ગણેશજીની મૂર્તિ તુલસી પાસે રાખવામાં આવતી નથી અને તેમને તુલસી ચઢાવવામાં આવતી નથી.
સાવરણી
તુલસીના છોડ પાસે સાવરણી ક્યારેય ન રાખવી જોઈએ, કારણ કે સાવરણીનો ઉપયોગ ઘરની સફાઈ માટે થાય છે. તેથી તેને તુલસીના છોડ પાસે રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.
બુટ-ચંપલ
બુટ અને ચપ્પલ પણ તુલસીના છોડની પાસે ક્યારેય ન રાખવા જોઈએ. કારણ કે આવું કરવાથી દેવી લક્ષ્મીનું અપમાન થાય છે. તેમના ક્રોધના કારણે વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય બુટ અને ચપ્પલને પણ રાહુ અને શનિનું પ્રતીક માનવામાં આવે છે.
શિવલિંગ
વાસ્તુશાસ્ત્ર અનુસાર શિવલિંગને તુલસીના છોડની પાસે બિલકુલ ન રાખવું જોઈએ. કારણ કે તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય છે. આ સિવાય તુલસીનું તેના પાછલા જન્મમાં નામ વૃંદા હતું, જે જલંધર નામના રાક્ષસની પત્ની હતી. પરંતુ જલંધરના અત્યાચારોથી પરેશાન થઈને ભગવાન શિવે તેનો વધ કર્યો. આ કારણથી શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવામાં આવતો નથી.
કચરાપેટી
તુલસી પાસે ક્યારેય ડસ્ટબીન ન રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડની આસપાસ ગંદકી રાખવાથી આર્થિક નુકસાન થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)