fbpx
Thursday, December 26, 2024

મગફળી એવા હેલ્ધી ફૂડમાંથી એક છે જેને શિયાળામાં ખાવાથી મળે છે ઘણા સ્વાસ્થ્ય લાભ

તાપમાનમાં ઘટાડા સાથે શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. ઋતુમાં બદલાવ સાથે લોકોની જીવનશૈલી પણ બદલાવા લાગી છે. આ ઋતુમાં ઘણીવાર આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, જેના કારણે આપણે અનેક પ્રકારની સમસ્યાઓનો ભોગ બનીએ છીએ. આવી સ્થિતિમાં આ સિઝનમાં તમારી જાતને સ્વસ્થ રાખવા માટે તમે તમારા આહારમાં હેલ્ધી ફૂડનો સમાવેશ કરો તે જરૂરી છે. મગફળી આ હેલ્ધી ફૂડમાંથી એક છે, જેને શિયાળામાં ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે.

ચાલો જાણીએ શિયાળામાં મગફળીને ખાવાના કેટલાક ફાયદા

શિયાળામાં ઠંડા પવનો ઘણીવાર આપણી ત્વચાની ચમક ચોરી લે છે. આવી સ્થિતિમાં મગફળીને તમારા આહારમાં સામેલ કરવાથી ઘણો ફાયદો થશે. વિટામિન B3 અને નિયાસીનથી ભરપૂર મગફળી કરચલીઓથી છુટકારો અપાવવામાં અસરકારક છે અને ત્વચા સંબંધિત તમામ સમસ્યાઓને દૂર રાખવામાં પણ મદદરૂપ છે. તે ફાઈન લાઈન્સ, કરચલીઓ અને હાઈપરપીગ્મેન્ટેડ ફોલ્લીઓ ઘટાડવામાં પણ મદદ કરે છે.

મગફળીમાં હેલ્ધી મોનોઅનસેચ્યુરેટેડ ફેટ જોવા મળે છે, જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેનાથી તમારી ભૂખ નિયંત્રિત રહે છે.

મગફળીમાં ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીનની મોટી માત્રા મળી આવે છે, જે સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે શારીરિક પ્રવૃત્તિ પછી સ્નાયુઓને રિકવર કરવામાં પણ મદદ કરે છે અને શારીરિક વિકાસમાં સુધારો કરે છે.

મગફળીમાં રહેલા પોષક તત્વો કેન્સર સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે. તેમાં હાજર ફાયટોસ્ટેરોલ પ્રોસ્ટેટ ગાંઠના જોખમને 40% સુધી ઘટાડે છે. તે કેન્સરના કોષો શરીરના અન્ય ભાગોમાં ફેલાવાની સંભાવનાને લગભગ 50% ઘટાડે છે. ફાયટોસ્ટેરોલની જેમ તેમાં રહેલું રેઝવેરાટ્રોલ પણ કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદરૂપ છે.

ફોલેટ એ એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે, ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન મહત્વપૂર્ણ. તે ન્યુરલ ટ્યુબની ખામીના જોખમને ઘટાડે છે. મગફળી ફોલેટનો સારો સ્ત્રોત છે, જેના કારણે તે ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ જ ફાયદાકારક છે.

મગફળીમાં નિયાસિન, રેસવેરાટ્રોલ અને વિટામીન Eની મોટી માત્રા હોય છે, જે અલ્ઝાઈમર અને વય-સંબંધિત જ્ઞાનાત્મક સમસ્યાઓ સામે રક્ષણ આપવામાં અસરકારક છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles