મહિલાઓમાં જે બીમારીઓ ઝડપથી વધી રહી છે તેમાં થાઈરોઈડ પણ એક ગંભીર સમસ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર છેલ્લા 10 વર્ષોથી દુનિયાભરમાં આ બીમારીના કેસ ઝડપથી વધી રહ્યા છે. 30 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓમાં પણ આ બીમારી જોવા મળી રહી છે.
ડોક્ટર્સનું કહેવું છે કે ખરાબ ભોજનના કારણે અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે આમ થઈ રહ્યું છે. શરીરમાં હાજર થાઈરોઈડ ગ્લેડના ફેક્શનમાં આવેલી કમીના કારણે થાયરોયડની બીમારી થઈ રહી છે. થાઈરોઈડથી પીડિત મહિલાઓને કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને શું આયુર્વેદમાં તેની સારવાર છે? આવો જાણીએ.
એલોવેરા
મહિલાઓને એલોવેરાનું સેવન કરવું જોઈએ. ફ્રેશ એલોવેરા ખાવાથી થાઈરોઈડની સમસ્યા કંટ્રોલમાં રહે છે. આ વાત અને કફ બન્નેને સંતુલિત કરે છે. તેનાથી શરીરમાં થાઈરોઈડની બીમારીને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
કોથમિર
કોથમિર પણ થાઈરોઈડને કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદ કરે છે. કોથમિરની સાથે જીરૂ પણ લેવું જોઈએ. તેના માટે તમે કોથમિર અને જીરાને રાત્રે પાણીમાં પલાડીને મુકી દો. સવારે આ પાણીને ગાળીને ખાલી પેટે પી લો. તેનાથી થાઈરોઈડની બીમારી કંટ્રોલમાં રહેશે.
રોજ સવારે ચાલો
રોજ સવારે ચાલવાથી તમારા શરીરમાં ઓક્સીજનનું સંચાર સારૂ થાય છે. તેનાથી થાઈરોઈડને કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે. તમારે રોજ સવારે લગભગ 15થી 20 મિનિટ સુધી ચાલવું જોઈએ. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
કપાલભાતિ
કપાલભાતિ કરવાથી શરીરને ફાયદો થાય છે. આ પ્રાણાયામ તમે સવારે સાંજના સમયે કરી શકો છો. કપાલભાતિથી થાયરોયડ હોર્મોનનું ફંક્શન ઠીક રહે છે. રોજ ફક્ત 10થી 15 મિનિટ કપાલભાતિ કરવું જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)