fbpx
Thursday, December 26, 2024

શિયાળામાં સૂર્યસ્નાન કરવાના છે અનેક ફાયદા, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહી ફરકે

શિયાળાની સીઝનમાં જ્યારે તડકો નીકળે છે ત્યારે બહાર જઈને થોડો સમય તડકામાં બેસવાનો અલગ જ આનંદ હોય છે. સામાન્ય ગરમીવાળા આ તડકામાં બેસવાથી ન માત્ર શરીરને ગરમી મળે છે પરંતુ આરોગ્ય માટે પણ આ ખૂબ ફાયદાકારક હોય છે. જેમ આપણા શરીરને ભોજનની જરૂર હોય છે, તેવી જ રીતે સૂર્યની રોશની એટલે કે તડકો પણ આપણા આરોગ્ય અને ફિટનેસ માટે ખૂબ જરૂરી હોય છે.

ભોજનથી ઉર્જા મળે છે તો તડકાથી વિટામિન ડી મળે છે, જે હાડકાઓના વિકાસ અને મજબૂતી માટે જરૂરી હોય છે. સાથે જ આ શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારીને બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. તેથી શિયાળામાં પણ દરરોજ થોડો સમય તડકામાં બેસવુ ખૂબ જરૂરી હોય છે.

અઠવાડિયામાં ઓછામાં ઓછા 3-4 વખત સવારે (10:30 થી 12 વાગ્યા સુધી) અથવા ઢળતી બપોરે (3 થી 5) 15-20 મિનિટ સુધી ગરમ સૂર્યપ્રકાશમાં બેસવું સારું માનવામાં આવે છે.

શિયાળામાં તડકામાં બેસવાથી વિટામિન ડી મળે છે. જોકે, આપણુ શરીર સૂર્યની રોશનીના સંપર્કમાં આવવા પર વિટામિન ડીનું નિર્માણ કરે છે. આ વિટામિન આપણા હાડકાઓ માટે ખૂબ જરૂરી હોય છે કેમ કે આ કેલ્શિયમના અવશોષણમાં મદદ કરીને હાડકાઓને મજબૂત બનાવે છે. વિટામિન ડી ની ઉણપથી હાડકાઓ કમજોર થઈ જાય છે અને તૂટવાનું જોખમ વધી જાય છે. શિયાળાના તડકામાં વિટામિન ડી પૂરતા પ્રમાણમાં હોય છે, જેનાથી હાડકાઓ મજબૂત અને સ્વસ્થ બની રહે છે.

આ આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે જેનાથી આપણુ શરીર વિભિન્ન પ્રકારની બીમારીઓ અને સંક્રમણોનો સામનો કરવામાં સક્ષમ થઈ શકે છે. શિયાળાની સીઝનમાં આમ તો બીમારીની ચપેટમાં ઝડપથી આવી જવાય છે.

તડકામાં રહેવાથી શરીરમાં એન્ડોર્ફિન્સ નામના હોર્મોનનો સ્ત્રાવ થાય છે જે આપણા મૂડને સારો બનાવવામાં મદદ કરે છે. આ હોર્મોન્સ શરીર અને મગજને આરામ પહોંચાડે છે અને તણાવને ઘટાડવામાં મદદરૂપ થાય છે. સૂર્યની રોશનીમાં રહીને આપણુ મન વધુ શાંત અને પ્રસન્ન રહે છે.

શિયાળામાં જો તમે તડકામાં બેસો છો તો તમારો ચહેરો પણ ગ્લો કરે છે. તડકામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ખીલને ખતમ કરવામાં મદદ કરે છે.

સૂર્યનો તડકો વજન નિયંત્રણમાં રાખવાની એક પ્રાકૃતિક રીત છે. કસરતની સાથે તડકામાં બેસવાથી શરીરનું વજન ઘટાડવામાં મદદ મળે છે કેમ કે આ આપણી કેલેરી બર્નને વધારે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles