શિયાળામાં દિવસો ટૂંકા હોય છે. ઠંડા પવન ફૂંકાવાને કારણે આ ઋતુમાં ખાવાપીવાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. શિયાળામાં મોસમી ફળો ખાવા જોઈએ. જો તમે શિયાળામાં આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી બચવા માંગો છો અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવી હોય તો દરરોજ એક સંતરુ જરૂરથી ખાવું જોઈએ.
સંતરાના ફાયદા
સંતરામાં ભરપૂર માત્રામાં વિટામીન સી હોય છે. શરીર માટે સંતરાખૂબ જ ફાયદાકારક છે. સંતરામાં તમામ પ્રકારના પોષકતત્ત્વો રહેલા છે.સંતરાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત થાય છે. શરદી અને ફ્લૂથી સામે રક્ષણ આપે છે. સંતરામાં ફ્લેવોનોઇડ્સ અને કેરોટીનોઇડ્સ સહિત અન્ય એન્ટીઓકિસડેન્ટ રહેલા છે. ઓક્સિડેટીવથી તણાવ દૂર થાય છે. એન્ટીઓકિસડેન્ટથી ભરપૂર સંતરા જૂની બિમારીઓ દૂર કરવા માટે અસરકારક છે. સંતરામાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, આ કારણોસર શિયાળામાં દરરોજ સંતરા ખાવાથી શરીર હાઇડ્રેટ રહે છે. ડાયાબિટીસના દર્દીઓને સંતરાથી ખૂબ જ લાભ થાય છે.
શું શિયાળામાં સંતરા ખાવાથી નુકસાન થાય છે?
સંતરામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. આ કારણોસર સંતરાનું વધુ માત્રામાં સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યા છે. સાઈટ્રસ એલર્જી અથવા કિડનીની સમસ્યાથી પીડિત લોકોએ સંતરાનું વધુ માત્રામાં સેવન ના કરવું જોઈએ.
કોણે સંતરા ના ખાવા જોઈએ?
જે લોકોને કિડની અને લીવરની બિમારી હોય તેમણે સંતરા ના ખાવા જોઈએ. સંતરામાં પોટેશિયમની માત્રા વધુ હોય છે. સાઈટ્રસ એલર્જી હોય તેમણે દરરોજ સંતરા ખાવા જોઈએ.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)