વર્ષ 2023 જલ્દી જ સમાપ્ત થશે. પરંતુ જતાં-જતાં ઘણી રાશિઓની કિસ્મત ચમકાવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વર્ષનો છેલ્લો મહિનો ડિસેમ્બર છે, જેમાં ઘણા ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યાં છે. આ ગ્રહોના પરિવર્તનથી ઘણા પ્રકારના શુભ અને અશુભ યોગોનું નિર્માણ થઇ રહ્યું છે. આવી જ રીતે વર્ષના અંતમાં લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થઇ રહ્યું છે.
જેનાથી કેટલીક રાશિઓના જીવનમાં ખુશીઓનું આગમન થઇ શકે છે. આ ઉપરાંત અપાર ધન-સંપત્તિની પ્રાપ્તિ થઇ શકે છે. ચાલો જાણીએ લક્ષ્મી નારાયણ યોગ બનવાથી કઇ રાશિઓને લાભ થશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 28 ડિસેમ્બરે બુધ તેની વક્રી અવસ્થામાં વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. જ્યાં પહેલેથી જ ધન-વૈભવના દાતા શુક્ર હાજર છે. આવી સ્થિતિમાં બંને ગ્રહોની યુતિ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે ધનના ભાવમાં બંને ગ્રહોની યુતિ થઈ રહી છે, જેના કારણે લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થઇ રહ્યું છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ યોગ લાભદાયી સિદ્ધ થઈ શકે છે, કારણ કે આ યોગ વૃશ્ચિક રાશિના લગ્ન ભાવમાં બનવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. ઉચ્ચ શિક્ષણનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકો નવા વર્ષ 2024માં સફળતા મેળવી શકે છે. તમારો આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધે. આ સાથે, તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો. કાર્યસ્થળ પર પણ તમારા કામની પ્રશંસા થશે. તેનાથી તમને પ્રમોશન મળી શકે છે અથવા કોઈ મોટી જવાબદારી મળી શકે છે. દેવી લક્ષ્મીની કૃપાથી તમે દેવાથી મુક્તિ મેળવી શકો છો અને બચતમાં પણ સફળ થઈ શકો છો.
કુંભ રાશિ
આ રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ દસમા ભાવમાં એટલે કે કર્મના ભાવમાં બનવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે. તમારા કામમાં આવનારી અડચણોમાંથી મુક્તિ મેળવી શકશો. પ્રોફેશનલ લાઈફમાં પણ સમસ્યાઓ થોડી ઓછી થઈ શકે છે. વેપારમાં સફળતાની સાથે લાભ પણ મળી શકે છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ જ રહેશે. જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમયગાળા દરમિયાન કરવું ફાયદાકારક સિદ્ધ થઈ શકે છે.
મિથુન રાશિ
આ રાશિના જાતકો માટે આ લક્ષ્મી નારાયણ યોગ લાભકારક સિદ્ધ થઈ શકે છે. પાર્ટનરશિપમાં કરેલા બિઝનેસમાં અપાર સફળતા અને નફો મળવાની પ્રબળ તકો છે. નવો બિઝનેસ શરૂ કરવો સારો સાબિત થઈ શકે છે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. કાર્યસ્થળ પર કેટલીક સમસ્યાઓ આવશે, પરંતુ તમારે તેને સરળતાથી દૂર કરી લેશો. તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. લક્ષ્મી નારાયણ યોગ રચાવાથી મા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)