હિંદૂ ધર્મમાં ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ખાસ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. શ્રીહરીનું પૂજન આ દિવસે સંપૂર્ણ વિધિ વિધાનથી કરવું જોઈએ. માન્યતા છે કે જે પણ ભક્ત આ દિવસે ભગવાન વિષ્ણુની સંપૂર્ણ શ્રદ્ધા અને મનથી પૂજા કરે છે અને વ્રત કરે છે તો તેમનાથી પ્રસન્ન થઈને શ્રીહરિ તેમના પર પોતાની કૃપા વરસાવે છે અને તેમના દરેક કષ્ટોને દૂર કરે છે.
ગુરૂવારના દિવસે શ્રીહરિની પૂજા કરવાની સાથે જ આ દિવસે તેમને સમર્પિત ઉપવાસ કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગુરૂવારના દિવસે ઉપવાસ કરવાના અમુક ખાસ નિયમ હોય છે. તેને ધ્યાનમાં રાખવાથી વ્રતનું ફળ મળે છે.
ગુરૂવારની પૂજાનું મહત્વ
ગુરૂવારના દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી વ્યક્તિના બગડેલા કામ પણ બની જાય છે અને લગ્નમાં આવેલી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. ગુરૂવારના વ્રતથી કુંડળી દોષ દૂર થાય છે અને તેનો ખરાબ પ્રભાવ દૂર થાય છે.
ગુરૂવારના દિવસે ગુરૂ ગ્રહના આશીર્વાદ લેવા સૌથી વધારે ઉત્તમ માનવામાં આવે છે. માન્યતા છે કે ગુરૂવારના દિવસે વિષ્ણુજીની પૂજા અર્ચના કરવાથી ખાસ કૃપા તમારા પર વરસે છે અને ઘર-પરિવારની સુખ-સમૃદ્ધિ અને જીવનમાં સફળતા મળે છે.
ગુરૂવારે કેમ ન ખાવા જોઈએ ચોખા?
હિંદુ ધર્મમાં ચોખાનું ખાસ મહત્વ માનવામાં આવે છે. કોઈ પણ માંગલિક કાર્ય હોય કે પૂજા, દરેકમાં ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. ચોખાનો ઉપયોગ તિલક માટે, પૂજામાં ચડાવવા માટે અને ઘણા શુભ કાર્યોમાં કરવામાં આવે છે. પરંતુ ગુરૂવારનો જ એક દિવસ હોવો છે જ્યારે ચોખા નથી ખાવામાં આવતા.
ધાર્મિક માન્યતા અનુસાર ગુરૂવારના દિવસે પીળુ ભોજન કરવું શુભ માનવામાં આવે છે. એવું કરવાથી વિષ્ણુજી પ્રસન્ન થાય છે. કહેવાય છે કે આ દિવસે ચોખા કે ચોખાથી બનેલી ખિચડીનું સેવન ન કરવું જોઈએ. આમ કરવાથી ધનની હાનિ થાય છે અને કંગાલી આવે છે. તેની સાથે જ ગુરૂવારના દિવસે ચોખાનું દાન કરવું જોઈએ.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)