શુક્રનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. એવામાં શુક્ર તુલા રાશિમાં છે. શુક્ર તુલા રાશિમાં માલવ્ય યોગનું નિર્માણ કરે છે, જેનાથી ઘણી રાશિઓને ધનલાભનો યોગ બની રહ્યો છે. માલવ્ય રાજયોગ માત્ર શુક્રના તુલા રાશિમાં જવાથી માત્ર આ મહિને જ નહિ, પરંતુ આવનારા વર્ષમાં પણ ઘણી રાશિઓને લાભ આપશે. માલવ્ય યોગ પંચમહાપુરુષ યોગોમાંથી એક છે.
માટે વર્ષ 2024માં પણ ધનવર્ષા માટે તૈયાર રહો. તો ચાલો જાણીએ ક્યારે બનશે માલવ્ય યોગ અને કઈ રાશિઓ પ્રભાવિત થશે.
નવા વર્ષમાં શુક્ર બનાવશે માલવ્ય રાજયોગ
ત્યાર બાદ વૃષભ રાશિમાં શુક્રનું રાશિ પરિવર્તન મે 19, 2024, રવિવારના રોજ થશે. ત્યાર બાદ તુલા રાશિમાં શુક્ર ગોચર કરશે. એટલા માટે વર્ષ 2024માં પણ શુક્ર તમામ રાશિનોને લાભ આપશે.
કઈ રાશિઓ પ્રભાવિત થશે
કન્યા, કર્ક અને મિથુન રાશિના લોકો માટે આ યોગ ધનલાભના દરવાજા ખોલશે. આ ત્રણ રાશિઓને આ યોગથી લાભ થશે. કર્ક રાશિના લોકોને રોકાણમાં સારું રિટર્ન મળશે અને મિથુન વાળાને સારા પેકેજ વાળી નોકરી મળી શકે છે. કન્યા વાળા માટે લગ્નનો યોગ અને આર્થિક સંકટ ઓછું થવાની સંભાવના છે.
કેવી રીતે કરવું શુક્રને મજબૂત
શુક્રને મજબૂત કરવા માટે કેટલાક ઉપાય કરી શકાય છે. એના માટે ભોજનમાં સફેદ વસ્તુ સામેલ કરો જેનાથી દૂધ, દહીં અને ઘીથી બનાવેલ ભોજન કરો. સફેદ વસ્તુઓ ખાવું અને દાન કરવાથી શુક્ર મજબૂત થાય છે. સફેદ કપડાં, વસ્ત્ર, ચોખા, ઘી, ખાંડ વગેરે કોઈ કન્યાને દાન કરવાથી કુંડળીમાં શુક્ર મજબૂત થાય છે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)