સ્ત્રીઓને કોઈનાં પહોંચે હો ભાઈ.
પત્નીએ પતિને મેસેજ કર્યો : ઑફિસેથી પાછા આવતા શાક લેતા આવજો,
અને પાડોસણે તમને hello કહ્યું છે.
પતિ : કઈ પડોસણ?
પત્ની : કોઈ નહીં, મે એટલા માટે મેસેજના અંતમાં પાડોસણનું નામ લખ્યું,
જેથી હું પાક્કું કરી શકું કે તમે મારો પૂરો મેસેજ વાંચ્યો.
હવે કહાનીમાં વળાંક છે.
પતિ : પણ હું તો પાડોસણ સાથે જ છું, તું કઈ પાડોસણ વિશે કહી રહી હતી?
પત્ની : ક્યાં છો તમે?
પતિ : શાક માર્કેટની નજીક.
પત્ની : ત્યાં ઉભા રો, હું હમણાં આવું છું.
10 મિનિટ પછી પત્નીએ પતિને મેસેજ કર્યો “ક્યાં છો તમે?”
પતિ : હું ઑફિસમાં જ છું, હવે તારે જે શાક લેવું હોય તે લઈ લે.
વાતમાં હવે એક વળાંક આવે છે.
પત્ની : પણ હું તો ગુસ્સામાં રિક્ષા પકડીને આવી ગઈ અને
મારું પર્સ પણ ઘરે રહી ગયું, શાક તો ઠીક પણ
રિક્ષાનું ભાડું ક્યાંથી આપીશ? પ્લીઝ જરા જલ્દી આવો.
પતિ : અરે મૂર્ખ, પર્સ તો લઈને આવવું જોઇએ ને! ઠીક છે હું આવી રહ્યો છું.
પતિ (શાક માર્કેટ પહોંચીને) : ક્યાં છે તું?
પત્ની : ઘરે જ છું, હવે શાક લઈને સીધા ઘરે આવી જાવ.
😅😝😂😜🤣🤪
એક માણસ ઘણા સમય સુધી
પોતાના કાન સાથે મોબાઈલ લગાવીને ઉભો હતો,
પણ તેના મોઢા માંથી એકપણ શબ્દ નહોતા નીકળતા ન હતા.
ઘણી વાર સુધી આવું થતા મારાથી ન રહેવાયું,
અને છેવટે મેં તે માણસને પૂછી જ લીધું.
ભાઈ સાહેબ!
તમે ક્યાય ફોન લગાવ્યો પણ છે?
કે એમ જ ૨૯ મોનીટથી ફોન પકડીને ઉભા છો,
અને એક પણ શબ્દ નથી બોલ્યા,
માણસ એ જવાબ આપ્યો : ભાઈ સાહેબ તમે જરા ચુપ રહેશો,
હું મારી પત્ની સાથે વાત કરી રહ્યો છું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)