શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, દારૂપીવા વાળા, દુરાચારી અને અત્યાચારી લોકો ક્યારે ખુશ રહી સકતા નથી અને આવા લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ. ઈશ્વર પાસે તો બધા સુખની ઈચ્છા રાખે છે. પર ભગવાન ત્રણ પ્રકારના લોકોના ભાગ્યમાં સુખ ક્યારેય નથી લખતા. શાસ્ત્રો અનુસાર મનુષ્યને હંમેશા પોતાના કર્મોના આધારે ફળ મળે છે. મનુષ્યના કર્મોથી એમનું ભાગ્ય નક્કી થાય છે.
વ્યભિચારી લોકો
શાસ્ત્રોમાં વ્યભિચારી લોકોથી હંમેશા દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ લોકો પર સંગતની અસર ઝડપથી થાય છે. વ્યભિચારી લોકો તે છે જેઓ પોતાની પત્ની હોવા છતાં અન્ય લોકોની પત્નીઓને ખોટી નજરે જુએ છે. અને તેમના વિશે વિચારે છે. આવા લોકો ક્યારેય ખુશ રહેતા નથી અને ભગવાન દ્વારા તેમને ક્યારેય માફ કરવામાં આવતા નથી.
દુષ્ટ લોકો
શાસ્ત્રોમાં દુષ્ટ લોકોથી હંમેશા દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. દુષ્ટ લોકો તેમના જીવનમાં ક્યારેય ખુશ રહેતા નથી. તેઓ હંમેશા પોતાના હિતોનું ધ્યાન રાખે છે અને બીજાનું ખરાબ બોલતા રહે છે. જેમના હૃદયમાં બીજા માટે ખોટું હોય છે તેમને ભગવાન ક્યારેય તેમના આશીર્વાદ આપતા નથી. સુખ મળે તો પણ તે લાંબું ટકતું નથી. દુષ્ટ લોકો પોતાના કર્મોનું ફળ ભોગવે છે. જેના કારણે તેઓ હંમેશા પૈસા સંબંધિત સમસ્યાઓથી ઘેરાયેલા રહે છે.
અત્યાચારી લોકો
હિંદુ ધર્મમાં અત્યાચારી લોકોને સૌથી ગંદા લોકો માનવામાં આવે છે. ગરુડ પુરાણમાં આવા લોકો માટે વિશેષ સજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવા લોકોને સાથ આપનારને પણ ભગવાન ક્યારેય માફ કરતા નથી. આવા લોકો જેઓ પોતાના સ્વાર્થ માટે પોતાની પત્નીઓ સાથે ગેરવર્તન કરે છે અથવા મારપીટ કરે છે. માતા-પિતાનું સન્માન ન કરે. માત્ર તેમની મિલકત પર નજર રાખે છે. આવા લોકો ક્ષણભરમાં ખુશ થઈ જાય છે. પરંતુ તેમની ખુશી લાંબો સમય ટકી શકતી નથી.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)