જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમય પર રાશિ પરિવર્તન કરે છે. જ્યારે પણ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેની અસર દરેક રાશિને થાય છે. આ સિવાય ગ્રહ જ્યારે વક્રીમાંથી માર્ગી કે માર્ગીમાંથી વક્રી થાય છે ત્યારે પણ તેની અસર રાશિ ચક્ર પર જોવા મળે છે. આ ક્રમમાં દેવગુરુ બ્રહસ્પતિ જે હાલ મેષ રાશિમાં વક્રી છે તે 31 ડિસેમ્બર 2023 ના રોજ માર્ગી થશે. ગુરુ મેષ રાશિમાં ફરીથી માર્ગી થશે તેના કારણે કેટલીક રાશિના લોકોનું ભાગ્ય ચમકી જશે. નવા વર્ષની શરૂઆત આ રાશિના લોકોનું સૂતું ભાગ્ય જગાડશે. તો ચાલો તમને જણાવીએ કે મેષ રાશિમાં ગુરુ માર્ગી થશે તો કઈ કઈ રાશિના લોકોને લાભ થશે.
કર્ક રાશિ
ગુરુનું માર્ગી થવું કર્ક રાશિના લોકોને કારકિર્દીમાં સફળતા અપાવશે. તેમના દરેક કાર્યની પ્રશંસા થશે અને નવી તક મળશે. આ સમય દરમિયાન ભૂમિ અને વાહન ખરીદી શકો છો. વિદેશ જવાની તક પણ મળી શકે છે. પાર્ટનરશીપમાં જે બિઝનેસ ચાલતો હશે તેમાં સારો નફો થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકોને પણ ગુરુનું માર્ગી થવું લાભ કરાવશે. મેષ રાશિમાં ગુરુનું માર્ગી થવું સિંહ રાશિના લોકોની આવક વધારશે. વેપારમાં નફો થશે અને ધનની આવકના રસ્તા ખુલશે. નવી નોકરી નો પ્રસ્તાવ મળી શકે છે.
કન્યા રાશિ
ગુરુનું માર્ગી થવું કન્યા રાશિના લોકોને શાનદાર તક અપાવશે. આ સમય દરમિયાન આવક વધશે. રોકાણ માટે સારો સમય. સારું રિટર્ન મળશે. પરિવારનો સહયોગ મળશે. જે લોકો લગ્નનો વિચાર કરી રહ્યા છે તેમના લગ્ન નક્કી થઈ શકે છે.
ધન રાશિ
ગુરુનું માર્ગી થવું ધન રાશિના લોકોના જીવનમાં પણ ખુશીઓ લાવશે. કારકિર્દીમાં પ્રગતિની તક મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. લવ લાઈફ સારી રહેશે. નવા વર્ષમાં વેપાર નો વિસ્તાર થશે.
મીન રાશિ
મીન રાશિનો સ્વામી ગુરુ ગ્રહ છે તે માર્ગી થવાથી આ રાશિના જાતકોને લાભ થશે. ધન સંબંધિત બાબતોમાં અણધારી સફળતા મળશે. કમાણીની સારી તકો મળશે. બિઝનેસ સારો ચાલશે. લોકોના લગ્ન નક્કી થઈ શકે છે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)