જ્યોતિષ શાસ્ત્રમાં ભગવાન સૂર્યને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. નવ ગ્રહમાંથી સૂર્યને સૌથી ખાસ ગ્રહ માનવામાં આવે છે અને ભગવાન સૂર્ય બધા નવ ગ્રહોનો રાજા પણ છે. જે વ્યક્તિની રાશિ પર સૂર્ય મહેરબાન હોય છે એમને કરિયરમાં પ્રગતિ મળે છે અને સમાજમાં માન સન્માન પણ મળે છે. રવિવારનો દિવસ ભગવાન સૂર્યને સમર્પિત હોય છે એવામાં એમના ખાસ દિવસ પર તમને જણાવીએ કે ભગવાન સૂર્ય કઈ કઈ રાશિઓને ખુબ પસંદ કરે છે.
મેષ અને સિંહ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય સિંહ રાશિનો સ્વામી માનવામા આવે છે. ત્યાં જ મેષ રાશિમાં સૂર્યનું સૌથી પ્રથમ સ્થાન છે. માન્યતા અનુસાર, આ બંને રાશિના જાતકોને સૂર્ય મનગમતું વરદાન આપે છે. આ બંને રાશિની કુંડળીમાં સૂર્યદેવ વિરાજમાન હોય છે અને જીવનમાં સફળતા જરૂર મળે છે.
આ રાશિના લોકો આત્મવિશ્વાસુ હોય છે
સૂર્યના પ્રભાવને કારણે આ રાશિના લોકો આત્મવિશ્વાસ ધરાવતા હોય છે, તેઓનું નેતૃત્વ સારું હોય છે અને તેજસ્વી વ્યક્તિત્વ હોય છે. તેઓ કોઈપણ ક્ષેત્રમાં જાય છે, ત્યાં ચોક્કસપણે પ્રગતિ કરે છે. આ રાશિના લોકો મુખ્યત્વે રાજનીતિ, વહીવટ અને વ્યવસાયમાં સફળ થાય છે. આ લોકો સફળ બિઝનેસમેન બને છે અને તેમની કિસ્મત ઘણી સારી હોય છે.
કેવી રીતે મેળવશો સૂર્યદેવની કૃપા?
રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા કરો. આ સિવાય દર મહિને આવતી સંક્રાંતિનો દિવસ પણ સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે સૂર્યને જળ અર્પિત કરો અને સૂર્ય સંબંધિત વસ્તુઓનું દાન કરો. આનાથી સૂર્ય ભગવાન વ્યક્તિને શુભ ફળ આપે છે. આ સિવાય આ દિવસે ક્રોધ અને અહંકારનો નાશ કરો.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)