શનિદેવ ન્યાય અને દંડના કારક દેવતા છે, તે વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. જેના કારણે સામાન્ય લોકોમાં શનિદેવ પ્રત્યે ભયની લાગણી જોવા મળી રહી છે. જ્યારે શનિદેવ સારા કર્મોનું સારું ફળ આપે છે અને ખરાબ કાર્યોનું ખરાબ પરિણામ આપે છે. શનિની મહાદશા ચાલતી હોય ત્યારે શનિદેવ દરેક કર્મોનું ફળ મોડું આપે છે. કોઈક બાબતોમાં ખરાબ ફળ પણ જોવા મળી શકે.
જ્યોતિષશાસ્ત્રમાં શનિને ખૂબ જ ક્રૂર ગ્રહ માનવામાં આવે છે જે લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. શનિ કળિયુગનો ન્યાયાધીશ અને કર્મના પરિણામો આપનાર કહેવાય છે. શનિવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આ દિવસોમાં કેટલાક ઉપાય કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને બધી ખરાબ બાબતો દૂર થઈ જાય છે. જો કુંડળીમાં શનિ બળવાન હોય તો વ્યક્તિને ઘણી સફળતા મળે છે. તે જ સમયે, શનિની ખરાબ સ્થિતિ જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી કરે છે. શનિવારે શનિદેવ સંબંધિત કેટલાક ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
આ દિવસે ભૈરવજીની પૂજા કરવાથી પણ વિશેષ લાભ થાય છે. સાંજે કાળા તલના તેલનો દીવો પ્રગટાવીને શનિ દોષથી મુક્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ. શનિવારે વડ અને પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને દૂધ અને ધૂપ વગેરે ચઢાવો. શનિની સ્થિતિમાં સુધારો થવા લાગે છે. શનિની મહાદશા જે જાતકોને ચાલતી હોય તેમણે અમુક મંત્રોના જાપ કરવા જોઈએ. જેનાથી તેમને લાભ પ્રાપ્ત થાય છે.
ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः।
ॐ शं शनैश्चराय नमः।
ॐ निलान्जन समाभासं रविपुत्रं यमाग्रजम।
छायामार्तंड संभूतं तं नमामि शनैश्चरम॥
ऊँ शन्नोदेवीर-भिष्टयऽआपो भवन्तु पीतये शंय्योरभिस्त्रवन्तुनः।
ऊँ भगभवाय विद्महैं मृत्युरुपाय धीमहि तन्नो शनिः प्रचोद्यात्
આ મંત્રોની નિત્ય એક માળા કરવાથી શનિ દેવની કૃપા તમને પ્રાપ્ત થાય છે. શનિદેવ તેમની અસર તો કરશે જ પણ થોડી હળવી અસરો જાતકને મળે છે. શનિવારે કાળી વસ્તુનું દાન કરવાથી પણ ફાયદો થઈ શકે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)