વૈદિક જ્યોતિષ અનુસાર, ગ્રહો અમુક સમયાંતરે શુભ અને અશુભ યોગનું નિર્માણ કરે છે, જેની અસર દેશ-દુનિયા અને પૃથ્વી પર જોવા મળે છે. આપને જણાવી દઇએ કે, ગુરૂ અને શુક્રએ સમસપ્તક યોગનું નિર્માણ કર્યુ છે. આ યોગ લગભગ 100 બાદ બનવા જઇ રહ્યો છે. જેથી આ યોગની અસર તમામ રાશિઓના જાતકો પર થોડા ઘણા અંશે જરૂર પડશે. પરંતુ 3 રાશિઓ એવી છે, જેની કિસ્મત આ યોગ બાદ ચમકી શકે છે. સાથે જ તમામ ક્ષેત્રોમાં સફળતા મળી શકે છે.
તો ચાલો જાણીએ તે કઇ રાશિના જાતકો છે.
ધન રાશિ
સમસપ્તક રાજયોગ બનવાથી ધન રાશિના જાતકોને લાભ થઇ શકે છે. કારણ કે તમારી ગોચર કુંડળીના અગિયારમાં ભાવમાં શુક્ર તો પાંચમાં સ્થાન પર ગુરૂ બૃહસ્પતિ છે. તેથી આ સમય દરમિયાન તમને સંતાન સુખ મળી શકે છે. પ્લાનિંગ કરી શકો છો. આ ઉપરાંત જો તમારે સંતાન છે તેના લગ્ન થઇ શકે છે અથવા તો તેને નોકરી મળી શકે છે. સાથે જ નવું કાર્ય શરૂ કરવા માટે સમય ખૂબ જ સારો છે. વેપારીઓને આ દરમિયાન ખૂબ સારો ધનલાભ થઇ શકે છે. સાથે જ વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ સારો છે. વિદ્યાર્થીઓ વિદેશમાં જઇને અભ્યાસ કરી શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે સમસપ્તક રાજયોગ બનવો ખૂબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સમય દરમિયાન તમને કામ-ધંધામાં પ્રગતિ મળી શકે છે. આ સમયમાં તમને ભાગ્યનો સાથ મળશે. સાથે જ તમને આકસ્મિક ધનલાભ પણ થઇ શકે છે. તો મિત્રોનો સહયોગ પણ મળી શકે છે. સાથે જ સુખ-સાધનોમાં વૃદ્ધિ થશે. ગુરૂ ત્રીજા ભાવમાં છે, તો આ સમયે તમને ભાઇ-બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. ભાઇ-બહેનોની પ્રગતિ પણ થશે.
કર્ક રાશિ
સમસપ્તક રાજયોગ કર્ક રાશિના જાતકો માટે વરદાન સાબિત થશે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી ચોથા સ્થાન પર ભ્રમણ કરી રહ્યો છે. તેથી સુખ-સાધનોમાં વૃદ્ધિ થશે. તો સાથે જ આ સમય દરમિયાન તમે કોઇ પ્રોપર્ટ, નવું ઘર કે વાહન ખરીદી શકો છો. તમારા માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઇ શકે છે. નોકરી અને બિઝનેસમાં લાભ થશે. વેપારીઓને સારો એવો ધનલાભ થશે. તમારું વૈવાહિક જીવન ખૂબ સારું રહેશે. આ રાશિના લોકો માટે શુક્રદેવની કૃપાથી નવા વર્ષમાં લગ્નના યોગ પણ બનશે અને તમને શુભ ફળોની પ્રાપ્તિ થશે. તમને માતાનો સહયોગ પ્રાપ્ત થશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)