ઉત્પન્ના એકાદશી ભગવાન શ્રીહરિ વિષ્ણુજીને સમર્પિત છે. હિન્દી પંચાંગ અનુસાર, દર વર્ષે માગશર મહિનાના કૃષ્ણપક્ષની એકાદશીએ જ ઉત્પન્ના એકાદશીના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે પૂરી શ્રદ્ધા સાથે ભગવાન વિષ્ણુની આરાધના કરીને પાપોમાંથી મુક્તિ મેળવી શકાય છે. આ વર્ષે 8 ડિસેમ્બરે ઉત્પન્ના એકાદશી આવી રહી છે. ઉત્પન્ના એકાદશીના દિવસે કેટલાંક ઉપાય કરવાથી આર્થિક સમસ્યાને દૂર કરવાની સાથે જીવનના દુ:ખ-પીડાથી મુક્તિ મળી શકે છે.
ઉત્પન્ના એકાદશી વ્રતનું મહત્વ
એવું કહેવાય છે કે જે વ્યક્તિ ઉત્પન્ના એકાદશીનું વ્રત સંપૂર્ણ વિધિપૂર્વક કરે છે તેને તમામ તીર્થોનું ફળ મળે છે. તેમજ આ વ્રત પર દાન કરવાથી લાખો ગણું શુભ ફળ મળે છે. ઉત્પન્ના એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે. આ વ્રત કરવાથી અશ્વમેધ યજ્ઞ, તીર્થસ્નાન અને દાન વગેરે કરતાં વધુ પુણ્ય મળે છે.
ઉત્પન્ના એકાદશી વ્રતની વિધિ
- ઉત્પન્ના એકાદશીના દિવસે સવારે ઊઠીને વ્રત કરવાનો સંકલ્પ કરો અને શુદ્ધ જળથી સ્નાન કરો.
- આ પછી ભગવાન વિષ્ણુની સોળ વસ્તુઓ જેવી કે ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી પૂજા કરવી જોઈએ અને રાત્રે દીપદાન કરવું જોઈએ.
- આ એકાદશી પર રાત્રે ભગવાન વિષ્ણુના ભજન-કીર્તન ગાવા જોઈએ.
વ્રતના અંતે, શ્રી હરિ વિષ્ણુ પાસે કોઈ અજાણતા થયેલી ભૂલ અથવા પાપ માટે ક્ષમા માંગવી જોઈએ. - બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની ફરી પૂજા કરવી જોઈએ અને બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ.
- ભોજન કર્યા પછી બ્રાહ્મણને યથાશક્તિ દાન આપીને વિદાય આપવી જોઈએ.
ઉત્પન્ના એકાદશીના ઉપાય
- ઉત્પન્ના એકાદશીના દિવસે શ્રીહરિ વિષ્ણુજીનો પંચામૃતથી અભિષેક કરો. આવું કરવાથી તમારા કાર્યક્ષેત્રમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થશે અને તમને તમારી સિક્લ્સ બતાવવાની નવી તકો પણ મળશે.
- જો તમારા વૈવાહિક જીવનમાં મનભેદની સમસ્યા હોય અને અવારનવાર ઝગડા-કંકાસ થતાં હોય તો ઉત્પન્ના એકાદશીના દિવસે મા તુલસીની પૂજા કરો. આ દિવસે લક્ષ્મી માતાને શ્રૃંગારની સામગ્રી અર્પિત કરો,
- ઉત્પન્ના એકાદશી પર દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. તેથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર કરવા માટે ઉત્પન્ના એકાદશીના દિવસે કોઇ ગરીબ કે જરૂરિયાતમંદને ભોજન કરાવો.
- ઉત્પન્ના એકાદશી પર શ્રીમદ્ ભાગવત કથાનો પાઠ કરવો પુણ્યદાયક માનવામાં આવે છે.
- જો તમે આર્થિક સમસ્યાથી પરેશાન હોવ તો ઉત્પન્ના એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની શ્રદ્ધા સાથે વિધિવત ઉપાસના કરો અને 1 પાનમાં ઓમ વિષ્ણવે નમ: લખીને ભગવાનના ચરણમાં અર્પિત કરી દો. બીજા દિવસે આ પાનને પીળા રંગના કપડામાં લપેટીને તિજોરીમાં મૂકી દો.
- ઉત્પન્ના એકાદશીના દિવસે પીપળાના વૃક્ષ નીચે ઘીનો દીવો પ્રગટાવીને પરિક્રમા કરવાથી ભગવાન વિષ્ણુની સાથે-સાથે મા લક્ષ્મીના આશીર્વાદ પણ મળે છે. આવું કરવાથી ઘરની દરિદ્રતા દૂર કરી શકાય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)