હિન્દુ ધર્મમાં એકાદશી પર્વનું વિશેષ મહત્વ છે અને આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની આરાધના કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા છે કે ઉત્પન્ના એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તોની બધી મનોકામના પુરી થાય છે.
માગસર મહિના(ગુજરાત કારતક) માસની ઉત્પન્ના એકાદશી તિથિની શરૂઆત 8 ડિસેમ્બરે 2023ના રોજ સવારે 5.06 વાગ્યાથી થશે જે 9 ડિસેમ્બર સવારે 6.31 પર થશે.
એકાદશી વ્રતના પારણાનો સમય 9 ડિસેમ્બર 2023 બપોરે 01.15 મિનિટથી 3.20 વાગ્યા વચ્ચે થશે.
ઉત્પન્ના એકાદશી પર કરો આ ઉપાયો
ઉત્પન્ના એકાદશીના દિવસે વહેલી સવારે વ્રત કરવાનો સંકલ્પ કરવો જોઈએ. ભગવાન શાલિગ્રામની પૂજા અને ધ્યાન કર્યા પછી, ધૂપ અને દીપથી આરતી કરવી જોઈએ અને ભગવાન શ્રી હરિને ભોગ અર્પણ કરવું જોઈએ. ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ.
શંખ સાથે સંબંધિત આ ઉપાયો અજમાવો
જો કોઈ વ્યક્તિ આર્થિક તંગીનો સામનો કરી રહી હોય તો એકાદશી તિથિએ તેણે શંખને ગાયના દૂધથી ભરીને પવિત્ર જળથી શંખ દેવતાને સ્નાન કરાવવું જોઈએ. ચંદન અર્પણ કરીને પૂજા યોગ્ય વિધિથી કરવી જોઈએ. આમ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. સંતાન પ્રાપ્તિનું સુખ પણ છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)