હિન્દુ ધર્મમાં ભગવાન શિવને સૌથી ઊંચું સ્થાન પ્રાપ્ત છે તેથી જ તેમને દેવોના દેવ મહાદેવ કહેવાય છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા હોય તો મંત્ર જાપ સૌથી સરળ ઉપાય છે તેમના અનેક મંત્રો છે પરંતુ તેમાં સૌથી શક્તિશાળી મંત્ર મહામૃત્યુંજય મંત્રને કહેવાય છે. આ મંત્રને સૌથી શક્તિશાળી એટલા માટે કહેવાય છે કે આ મંત્ર કોઈપણ વ્યક્તિને ભયમુક્ત, રોગમુક્ત અને અકાળ મૃત્યુથી મુક્ત કરે છે. આમંત્રણ વિશે એવું પણ કહેવાય છે કે આ મંત્રનો યોગ્ય રીતે જાપ કરવામાં આવે તો મૃત્યુને પણ ટાળી શકાય છે. મહામૃત્યુંજય મંત્ર એટલો પ્રભાવશાળી શા માટે છે અને તેની રચના કેવી રીતે થઈ ચાલો આજે તે જણાવીએ.
મહામૃત્યુંજય મંત્રની ઉત્પત્તિ
પૌરાણિક કથા અનુસાર મૃળ્કંડુ નામના એક ઋષિ હતા તેમણે સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. ઋષિની તપસ્યાથી શિવજી પ્રસન્ન થયા અને તેમણે સંતાન પ્રાપ્તિનું વરદાન માંગ્યું. ભગવાન શિવના આશીર્વાદથી ઋષિના ઘરે પુત્ર રત્નનો જન્મ થયો. જોકે પુત્રના જન્મ પછી અન્ય ઋષિઓએ તેમને જણાવ્યું કે તેમના સંતાનનું આયુષ્ય 16 વર્ષનું જ છે. આ વાતથી ઋષિ ખૂબ જ દુઃખી થઈ ગયા પોતાના પતિને ચિંતામાં જોઈને તેમની પત્નીએ જ્યારે ચિંતા નું કારણ પૂછ્યું તો ઋષિએ તેમને બધું જ જણાવ્યું. આ વાત સાંભળીને તેમની પત્નીએ કહ્યું કે જો શિવજીની કૃપા હશે તો 16 વર્ષની ઉંમરનું વિધાન પણ તેઓ ટાળી દેશે. ઋષિએ પોતાના દીકરાનું નામ માર્કંડેય રાખ્યું. માર્કંડેય પણ ભગવાન શિવના ભક્ત હતા અને તેઓ શિવજીની ભક્તિમાં લીન રહેતા. જ્યારે તેઓ મોટા થયા તો તેના પિતાએ તેમને અલ્પ આયુષ્યની વાત જણાવી.
પોતાના અલ્પ આયુષ્યની વાતથી દુઃખી થયેલા માતા-પિતા અને જોઈને માર્કંડેય એ નક્કી કર્યું કે તેઓ શિવજી પાસેથી દીર્ઘાયુનું વરદાન મેળવશે. તેમને શિવજીની કઠોર આરાધના કરવા માટે મહામૃત્યુંજય મંત્રની રચના કરી. આ મંત્રનો જાપ તેમણે શિવ મંદિરમાં બેસીને શરૂ કર્યો.. તે સમયે માર્કંડેયની ઉંમર 16 વર્ષની થઈ ચૂકી હતી તેથી તેના પ્રાણ લેવા યમના દૂધ આવ્યા. પરંતુ તે સમયે માર્કંડેય શિવની તપસ્યામાં લીન હતો તેથી યમદૂત પરત ફર્યા અને યમરાજ સ્વયં તેના પ્રાણ લેવા આવ્યા.. જ્યારે યમરાજે માર્કંડેયના પ્રાણ લેવા માટે પોતાનું પાશ તેના પર નાખ્યું તો બાળક માર્કંડેય એ શિવલિંગને પકડી લીધું. શિવલિંગ પર યમરાજનું પાશ પડતા શિવજી અત્યંત ક્રોધિત થઈ ગયા.. તેઓ પોતાના ભક્તની રક્ષા કરવા યમરાજની સામે પ્રગટ થઈ ગયા. ત્યાર પછી શિવજીએ માર્કંડેયને દીર્ઘાયુ નું વરદાન આપીને યમરાજનું મૃત્યુનું વિધાન બદલી દીધું. ત્યારથી મહામૃત્યુંજય મંત્રને મૃત્યુને ટાળનાર મંત્ર કહેવાય છે.
મહામૃત્યુંજય મંત્ર
ॐ ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્
ઉર્વારુકમિવ બન્ધનાન્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)