fbpx
Saturday, October 26, 2024

દાન કરતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો, જાણો આ છે સાચો નિયમ

વ્યક્તિ ખૂબ મહેનતથી રૂપિયા કમાય છે અને તે રૂપિયાથી પરિવાર સહિત પોતાનું જીવન ગુજારે છે. શાસ્ત્રોમાં મહેનતથી કમાયેલા ધનને પરિવાર અને પોતાનું જીવન પર ખર્ચ કરવાનું તો જણાવાયુ જ છે. આની સાથે તે પૈસાથી દાન કરીને પુણ્ય કેવી રીતે કમાઈ શકાય તે પણ જણાવાયુ છે. અમુક લોકો મહેનતથી ધન તો કમાય છે પરંતુ તે કમાયેલા ધનથી એક પણ દાન કરતા નથી અને ખૂબ રૂપિયા કમાયા બાદ પણ ધનની અછતનો આભાસ કરે છે. ધન મેળવ્યા બાદ પણ આ લોકોની પાસે પૈસા રોકાતા નથી કે બિનજરૂરી કાર્યોમાં રૂપિયા ખર્ચ થઈ જાય છે.

દાન કરતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન

શાસ્ત્રોમાં જણાવાયુ છેકે મનુષ્યએ ન્યાયપૂર્વક રીતે કમાયેલા ધનના 10 માં ભાગનું દાન કરવુ જોઈએ. જો તમે પોતાની કમાણીનો 10મો ભાગ શુભ કાર્યો કે મંદિરમાં દાન કરો છો તો આ દાન પરિવારનું ભરણ પોષણ કર્યા બાદ જ દાન કરો. પરિવારની ઈચ્છા અને તેમને કષ્ટ આપીને જો તમે દાન કરો છો તો આ દાન યોગ્ય માનવામાં આવતુ નથી. તેથી પત્ની, પુત્ર અને પરિવારને કષ્ટ પહોંચાડીને દાન કરવુ જોઈએ નહીં.

દાન કરવા માટે શ્રદ્ધા હોવી જોઈએ. માન્યતા છે કે તે દાન ફલિત થાય છે જે સ્વયં જઈને આપવામાં આવે. કોઈને ઘરે બોલાવીને આપવામાં આવેલુ દાન ઉત્તમ શ્રેણીનું દાન માનવામાં આવતુ નથી. તેનુ ફળ મળે તો છે પરંતુ મધ્યમ શ્રેણી અનુસાર તેનુ પુણ્ય એકત્રિત થાય છે. કોઈને પણ દાન કરો તો તેના દ્વારે જઈને જ દાન આપવુ જોઈએ એવુ શાસ્ત્રોમાં જણાવાયુ છે.

માન્યતા છે કે દાન કરતી વખતે જો તે વ્યક્તિના કોઈ કાન ભરે છે કે પછી તેને દાન જેવા પુણ્ય કર્મ કરવાથી રોકે છે તો તે વ્યક્તિ ટૂંક સમયમાં જ કંગાળ થઈ જાય છે. બ્રાહ્મણો, અસહાય લોકો અને ગાયની સેવામાં આપવામાં આવેલી કમાણીનું દાન મહાદાન કહેવામાં આવે છે. જો તેમની સેવામાં આપવામાં આવેલા દાનને કોઈ રોકે છે કે અવરોધ ઉત્પન્ન કરે છે તો તેઓ ભયંકર દુ:ખનો ભોગી થાય છે. દાન આપતી વખતે હંમેશા તલ, કુશ, ચોખા અને હાથમાં જળ હોવુ જોઈએ.

દાનની સામગ્રીને હંમેશા બંને હાથથી સન્માન પૂર્વક સામે વાળાને દાન થવુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. બ્રાહ્મણને દાન આપતી વખતે હંમેશા તે દાનનું સામર્થ્ય અનુસાર સંકલ્પ લેવો જોઈએ. દાન તમારા કર્મમાં સંગ્રહ થાય છે અને તેનું શુભ ફળ તમને ઝડપથી મળે છે. માન્યતા છે જે દાન આપણે પૂર્ણ વિધિ સર આપીએ છીએ તેનું ફળ આપણને ભવિષ્યમાં મળે છે.

પિતૃના નિમિત્ત આપવામાં આવેલુ દાન તલને હાથમાં રાખીને આપવુ જોઈએ. દેવતાઓના નિમિત્ત આપવામાં આવેલા દાનના સમયે હાથમાં ચોખાનો ઉપયોગ કરવો જોઈએ ત્યારે જ તે દાન ફલિત થાય છે અને દેવ અને પિતૃ તેનો ખુશીથી સ્વીકાર કરીને આશીર્વાદ આપે છે.

શાસ્ત્રોમાં ઘર, વસ્ત્ર, કન્યા, અન્ય અને ગાય માતાને દાન આપવાનું વિધાન ઉત્તમ ગણાવાયુ છે. આ વસ્તુઓનું દાન કરતી વખતે પરિવારના એક જ વ્યક્તિને દાન આપવુ જોઈએ. જે આ વસ્તુઓનું દાન કરે છે તેમની આવકમાં વધારો થાય છે.

દર્દીને દવાનું દાન કરવુ, બ્રાહ્મણોના પગ ધોવા અને દેવતાઓની પૂજા કરવી આ ત્રણેય વસ્તુઓને શાસ્ત્રોમાં મહાદાન અને ગૌદાન સમાન ગણાવાયુ છે. દાન કરતી વખતે હંમેશા પૂર્વ દિશાની તરફ મુખ કરીને દાન કરવુ જોઈએ અને દાન સ્વીકાર કરનારે હંમેશા ઉત્તર તરફ મુખ કરીને દાન ગ્રહણ કરવુ જોઈએ. આવુ કરવાથી દાન આપનારને તેનુ ઘણુ ફળ મળે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles