હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાઓને સમર્પિત છે. સોમવારના દિવસે જે રીતે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે, એવી જ રીતે શનિવારના દિવસે શનિ દેવતાની પૂજા લોકો વિધિ વિધાનથી કરે છે. શનિદેવ લોકોને એમના સારા ખરાબ કર્મોનો હિસાબ પોતાની પાસે રાખે છે. જેના કર્મ ખરાબ હોય છે, એમને ખરાબ સજા, દુઃખ, કષ્ટ આપે છે અને જે લોકો સારું અને પુણ્યનું કામ પોતાના જીવનમાં કરે છે, એમની સાથે હંમેશા સારો વ્યવહાર કરે છે. એમને શુભ ફળ મળે છે. આજ કારણ છે કે શનિદેવને કર્મફળદાતા અને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે.
જો શનિદેવ જો તમારાથી નારાજ થઇ જાય તો, પછી સમજી જાઓ તમારા જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી શકે છે. તમને ઘણા પ્રકારની પરેશાનીઓ ઘેરી લેશે. કેટલાક લોકોની કુંડળીમાં પણ શનિ દોષ બની રહ્યો છે. જો તમને લાગી રહ્યું છે કે તમારી સાથે કેટલાક દિવસથી કઈ સારું નથી થઇ રહ્યું તો હોઈ શકે છે કે તમારો શનિ સારો નથી. જો તમે ઈચ્છો છો કે શનિદેવના ગુસ્સાથી બચવા અને એમની કૃપા મેળવવા માટે શનિવારે કરવાના કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. જેને દર શનિવારે કરો.
શનિવારે કરો 5 ઉપાય, શનિ દોષ દૂર થશે
જો તમે શનિ દોષને દૂર કરવા અને ભગવાન શનિની કૃપા અને આશીર્વાદ મેળવવા માંગતા હોય તો શનિવારે વિધિ મુજબ વ્રત કરો અને પૂજા કરો. પીપળના વૃક્ષની પણ પૂજા કરો. તેના પર જળ ચઢાવો, તલના તેલનો દીવો કરો. ઓછામાં ઓછા સાત વખત ઝાડની પરિક્રમા કરો. શનિદેવ તમારાથી ચોક્કસ પ્રસન્ન થશે.
એવું માનવામાં આવે છે કે કાળો કૂતરો શનિદેવનું વાહન છે. જો તમે ક્યાંય કાળો કૂતરો જુઓ તો તેને ચોક્કસ ખાવા માટે કઈ આપો. જો તમે આમ કરશો તો તમને શનિના દોષથી તરત જ રાહત મળશે.
શનિ દોષથી મુક્તિ મેળવવા માટે તમારે શનિવારે કાળા કપડા, કાળા તલ, કાળી છત્રી, કાળી અડદની દાળ, ગોળ, તેલ, ચંપલ વગેરેનું ગરીબ કે જરૂરિયાતમંદને દાન કરવું જોઈએ. આ કરતી વખતે, આ વિશે કોઈને જાણ ન થવા દો. જો તમે આ કામ ચુપચાપ કરશો તો તમને જલ્દી લાભ મળશે. આ કાર્ય નિઃસ્વાર્થપણે કરો, આ દાનનું ફળ તમને ચોક્કસ મળશે.
જો તમે ઘરમાં આર્થિક પરેશાનીમાં છો અથવા દેવાના બોજમાં દબાયેલા છો તો તેનાથી મુક્તિ મેળવવા માટે શનિવારે કાળી ગાયની પૂજા કરો. તેના કપાળ પર કુમકુમથી તિલક લગાવો. તેને બુંદીના લાડુ ખવડાવો. ખૂબ જ ટૂંક સમયમાં તમારા બધા દેવા દૂર થઈ જશે.
જો તમે ઈચ્છો છો કે શનિદેવ તમારા પર ગુસ્સે ન થાય અને તેમના ક્રોધથી બચવા માંગતા હોય તો તમે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકો છો. તેમજ જો તમે શનિદેવની કૃપા મેળવવા માંગતા હોવ તો માછલી અને પક્ષીઓને ખાવા માટે ચારો, પાણી, અનાજ વગેરે પણ આપી શકો છો. શનિદેવ તમારાથી થયેલી ભૂલોને માફ કરી શકે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)