fbpx
Tuesday, January 14, 2025

રવિ પ્રદોષ વ્રત પર આજે કરો આ ખાસ ઉપાય, મહાદેવ દૂર કરશે બધી પરેશાનીઓ

ભગવાન શંકરને સમર્પિત પ્રદોષ વ્રત દર માસના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની તેરસ તિથિ પર કરવામાં આવે છે. આ જ રીતે દર મહિને 2 પ્રદોષ વ્રત હોય છે. આ દિવસે પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજાનું વિધાન છે. હિન્દી કેલેન્ડર અનુસાર, ડિસેમ્બરમાં આવવા વાળા પ્રદોષ વ્રતના દિવસે રવિવાર છે. એવામાં આ માસમાં 2 રવિ પ્રદોષ વ્રતનો સંયોગ બની રહ્યો છે.

રવિ પ્રદોષ વ્રતના પ્રતાપથી સ્વાસ્થ્ય, સફળતા, ભૌતિક સુખમાં આવી રહેલી પરેશાનીઓથી મુક્તિ મળે છે. જણાવી દઈએ કે, ડિસેમ્બરનો પહેલો પ્રદોષ વ્રત 10 ડિસેમ્બર 2023ના રોજ છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને મનોકામના પુરી થાય છે. તો ચાલો જાણીએ રવિ પ્રદોષ વ્રત પર કયા ઉપાયો કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે.

રવિ પ્રદોષ વ્રતના ચમત્કારી ઉપાય

શિવની પૂજા કરોઃ જ્યોતિષ અનુસાર રવિ પ્રદોષ વ્રતના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે કરીને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. આ પછી તેમને ગંગા જળ અને કાચા દૂધથી સ્નાન કરાવો. પંચાક્ષરી મંત્રનો પણ જાપ કરો. આમ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.

108 વાર પાઠ કરોઃ પ્રદોષ વ્રત સૂર્ય સંબંધિત ઉપાયો માટે વિશેષ માનવામાં આવે છે. આ દિવસે આદિત્ય હૃદય સ્તોત્રનો 108 વાર પાઠ કરવામાં આવે તો શુભ ફળ અને રાજયોગની પ્રાપ્તિ થાય છે. જો કે આ ઉપાય દિવસ દરમિયાન ભગવાન શિવની પૂજા કર્યા પછી કરવો જોઈએ.

શિવલિંગ પર ત્રિપુંડ ચડાવોઃ રવિ પ્રદોષ વ્રતના દિવસે પીળા ચંદનનો પેસ્ટ બનાવીને શિવલિંગ પર ત્રિપુંડ ચઢાવો. આ પછી એક બેલના પાન પર મધ લગાવો અને તેને તમારા જમણા હાથથી શિવલિંગ પર ચઢાવો અને મનમાં તમારી ઈચ્છા જણાવો. જો કે આ ઉપાય સૂર્યાસ્ત સમયે કરવો જોઈએ. આમ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

પંચામૃતથી અભિષેકઃ પ્રદોષ વ્રત પર ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. તેની સાથે જ દેવી પાર્વતીને શ્રુંગારની વસ્તુઓ અર્પણ કરો. આમ કરવાથી સાધકનું લગ્નજીવન સુખી રહે છે. આ ઉપરાંત માનસિક તણાવ પણ દૂર થાય છે.

સફેદ વસ્તુઓનું દાન કરોઃ રવિ પ્રદોષ વ્રત દરમિયાન દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. તેથી રવિ પ્રદોષ વ્રતના દિવસે ચોખા, દહીં, દૂધ જેવી સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. આ દિવસે રવિવાર હોવાથી તમે ઘઉં, જવ, તાંબુ, લાલ ફૂલ પણ દાન કરી શકો છો.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles