શિવજીને દેવોના દેવ કહેવાય છે. બધા જ દેવી-દેવતા તેમનાથી શક્તિ પ્રાપ્ત કરે છે. મહાદેવનો સ્વભાવ સરળ છે તેથી તેમને ભોળાનાથ પણ કહેવાય છે. આમ તો સપ્તાહના કોઈપણ દિવસ તમે ભોળાનાથનું ભજન કરો તો તેનું ફળ તમને ચોક્કસથી મળે છે પરંતુ જો તમે સોમવારના દિવસે ભગવાન શંકરને પ્રિય એવા કેટલાક કામ કરો છો તો તેમની વિશેષ કૃપા તમારા ઘર પરિવાર પર વરસે છે. જે જાતકો સોમવારે ભગવાન શિવની આરાધના કરવાની સાથે કેટલાક વિશેષ ઉપાય પણ કરે છે તેમના જીવનના અટકેલા કામો પૂરા થવા લાગે છે અને ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે. આજે તમને સોમવારના ચાર અચૂક અને ચમત્કારી ઉપાય વિશે જણાવીએ જેને કરીને તમે પણ તમારું ભાગ્ય ચમકાવી શકો છો.
સોમવારના ચમત્કારી ઉપાય
આર્થિક સમૃદ્ધિ માટેનો ઉપાય
જો તમે તમારા પરિવારને આર્થિક સ્થિતિ મજબૂત કરવા માંગો છો તો સોમવારે સૂર્યોદય પહેલા જાગી જવું અને નિત્ય ક્રિયા તેમજ સ્નાન કર્યા પછી ભગવાન શિવની આરાધના કરો, તેના માટે શિવ મંદિરમાં જઈને શિવલિંગ ઉપર શેરડીનો રસ અર્પણ કરો સાથે રુદ્રાક્ષની માળા ગળામાં ધારણ કરો. આ સાથે જ તમે સોમવારે ઓમ નમો ધનદાય સ્વાહા મંત્રનો જાપ પણ કરી શકો છો. આમ કરવાથી ઘરમાં ધનનું આગમન વધવા લાગે છે.
સુખ શાંતિ માટે
ઘરમાં સુખ શાંતિ લાવવા માટે અને ક્લેશ દૂર કરવા માટે સોમવારે સવારે જાગી સ્નાન કર્યા પછી ભગવાન શિવની પૂજા કરો. તેના માટે 21 બીલીપત્રના પાન લેવા અને તેના પર ચંદન લગાડી શિવલિંગ પર અર્પણ કરવા. સાથે જ શિવ ચાલીસા નો પાઠ કરવો. આમ કરવાથી ભોળાનાથ ની કૃપા તમારા ઘર પરિવાર પર થશે.
સારા સ્વાસ્થ્ય માટે
જો ઘરમાં કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ રહેતું હોય તો તેના સારા સ્વસ્થ્યની કામના કરવા માટે સોમવારે પ્રદોષ કાળમાં જાગી જવું અને શિવલિંગનો ગંગાજળથી અભિષેક કરો.. ગંગાજળમાં ધતુરો, દૂધ, સફેદ ચંદન, ચોખા અને કાળા તલ મિક્સ કરી દેવા. ત્યાર પછી શિવ રક્ષા સ્તોત્રનો પાઠ અથવા તો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો. આમ કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને તન તેમજ મન સ્વસ્થ રહે છે.
નોકરીમાં સફળતા માટે
જો ઘણા સમયથી તમારું પ્રમોશન અટકેલું છે અથવા તો વેપારમાં નફો નથી થતો તો સોમવારે પંચામૃતથી શિવલિંગનો અભિષેક કરો. ત્યાર પછી શિવલિંગ પર જે દૂધ અર્પણ કરેલું હોય તેને તાંબાના એક પાત્રમાં લઈ લો. આ દૂધને કાર્ય સ્થળ પર છાંટી દો. આમ કરવાથી નોકરી અને વેપારમાં આવેલી સમસ્યાઓ દૂર થશે અને કારકિર્દીમાં ઝડપથી પ્રગતિ થશે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)