મોટાભાગના લોકો પોતાનું જીવન યોગ્ય રીતે જીવવા માટે સખત મહેનત કરે છે, જેથી તેઓ તેમના ક્ષેત્રમાં સફળતા અને પ્રગતિ મેળવી શકે. જો કે, ઘણી વખત વ્યક્તિને મુશ્કેલીઓનો અને સંકટનો સામનો કરવો પડે છે. હાલના સમયે લોકો આ બધી મુશ્કેલીના નિવારણ માટે જ્યોતિષ શાસ્ત્ર તરફ વળ્યા છે. વ્યક્તિઓની કુંડળી અને ગ્રહોના આધારે જ્યોતિષો વિવિધ ઉપાયો સૂચવે છે.
મુશ્કેલીઓ અને સંકટમાં રાહત મેળવવા ચૌદ મુખી રુદ્રાક્ષ એક જોરદાર ઉપાય છે. રુદ્રાક્ષને ભગવાન શિવનો મહાપ્રસાદ માનવામાં આવે છે અને ચૌદ મુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી માત્ર ભગવાન શિવની કૃપા જ નહીં, પરંતુ સંકટમોચન હનુમાનના આશીર્વાદનો પણ લાભ મળે છે.
આ રુદ્રાક્ષ ધારણ કરીએ, તો નકારાત્મકતા થાય છે દૂર
આ રુદ્રાક્ષને દેવમણી અથવા મહાશનિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, તેની ઉત્પત્તિ ભગવાન મહાકાલેશ્વરની ત્રીજી આંખથી પડેલા આંસુઓથી થઈ હતી. જે રીતે ભગવાન શિવની ત્રીજી આંખ અશુભ શક્તિઓનો નાશ કરે છે, તેવી જ રીતે આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી જીવનમાં પેદા થયેલી નકારાત્મકતા દૂર થાય છે. પરિવારમાં શાંતિ જળવાઈ રહે છે અને કષ્ટો દૂર થાય છે.
આ રીતે ધારણ કરો 14 મુખી રુદ્રાક્ષ
જો તમે અને તમારા પરિવારના સભ્યો લાંબા સમયથી ઘરમાં ઉદાસી અને અશાંતિના વાતાવરણનો સામનો કરી રહ્યા છો, તો આ સ્થિતિમાં તમારે ચૌદ મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ. મહાશિવરાત્રીના અવસર પર તેને ગંગાજળની પવિત્ર કરીને ધારણ કરો. જે વ્યક્તિ 14 મુખી રુદ્રાક્ષને પૂરી વિધિ વિધાનથી ધારણ કરે છે, તેના શરીરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
આ રુદ્રાક્ષ સાડાસાતીથી આપશે છુટકારો
14 મુખી રુદ્રાક્ષ આધ્યાત્મિક ઉર્જા પણ પ્રદાન કરે છે. આ રૂદ્રાક્ષ ધારણ કર્યા પછી હાડકાં અને સ્નાયુઓના દુખાવામાં રાહત મળે છે. જો કુંડળીમાં સાડાસાતીનો પડછાયો હોય અને તેના કારણે શારીરિક તેમજ માનસિક સમસ્યાઓ રહેતી હોય, તો 14 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી સાડાસાતીમાં રાહત રહે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)