ગરુડ પુરાણમાં જન્મથી લઇ મૃત્યુ સુધીની બધી વાતો જણાવવામાં આવી છે. આ પુરાણોમાં વ્યક્તિના મર્યા પછી મુક્તિ મળે છે અથવા નહિ આ અંગે પણ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણ અનુસાર, જો કોઈ વ્યક્તિની અચાનક મૃત્યુ થઈ જાય છે તો એમની મુક્તિ માટે પૂજા અર્ચના કરવામાં આવે છે. પૂજા અર્ચના કર્યા પછી મૃત વ્યક્તિની આત્માને શાંતિ મળે છે.
તો ચાલો આ ખબરમાં જાણીએ કે અકાળ મૃત્યુ પછી કઈ પૂજા અર્ચના કરવી જોઈએ.
ગરુડ પુરાણ અનુસાર જો કોઈ જાતકની અચાનક મૃત્યુ થઇ જાય છે, જેમકે સંકટ દુર્ગટના અથવા કોઈ બીમારીના કારણે જયારે વ્યક્તિ પોતાના પ્રાણ ત્યાગે છે, તો એમની આત્મા ભટકવા લાગે છે. માનવામાં આવે છે કે એ વ્યક્તિની આત્માને શાંતિ મળતી નથી. આત્મા એ સમય દુઃખદાયી અને કષ્ટદાયી હોય છે. આ સ્થિતિમાં આત્માની શાંતિ માટે નારાયણ બલીની પૂજા કરવા માટે જણાવવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે અકાળ મૃત્યુ વાળા માટે નારાયણ બલીની પૂજા કરવી જોઈએ. તો ચાલો જાણીએ નારાયણ બલીની પૂજા અંગે.
નારાયણ બલી પૂજા
ગરુડ પુરાણ અનુસાર જ્યારે વ્યક્તિનું અચાનક મૃત્યુ થાય છે ત્યારે તેની આત્મા ભટકવા લાગે છે. આવી સ્થિતિમાં, તે આત્માને મુક્ત કરવા માટે, નારાયણ બલી પૂજાની વિધિ કરવી જોઈએ. ગરુડ પુરાણ અનુસાર જ્યારે આત્માને શાંતિ નથી મળતી ત્યારે આત્મા ભૂત સ્વરૂપમાં જાય છે. આત્માને ભૂતપ્રેતમાંથી મુક્ત કરવા માટે નારાયણ પૂજાની વિધિ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પૂજા દરમિયાન આત્મા ધાર્મિક વિધિઓથી મુક્ત થાય છે.
નારાયણ બલી પૂજાની રીત
ગરુડ પુરાણ અનુસાર, કોઈપણ તીર્થસ્થાન નારાયણ બલીની પૂજા માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. નારાયણ બલીની પૂજામાં ત્રણ દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ માટે એક-એક પિંડ બનાવવામાં આવે છે. તેમજ પૂજામાં પંડિતો દ્વારા 5 ઉચ્ચ વેદોનું પઠન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અકાળે મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારના સભ્યો દ્વારા નારાયણ બલીની પૂજા કરવામાં આવે છે. આ પૂજા કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)