fbpx
Sunday, January 5, 2025

શુક્રવારે કરો આ ઉપાય, માતા લક્ષ્મી હંમેશા તમારા પર પ્રસન્ન રહેશે

શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે તેથી આ દિવસે લોકો તેમને પ્રસન્ન કરવા માટે ખાસ પૂજા પાઠ કરે છે. ધનના દેવી માતા લક્ષ્મીની કૃપાથી જ જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. જો તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન વૈભવ વધારવા માંગતા હોય તો શુક્રવારના દિવસે આ કામ કરી લેવા જોઈએ. 

શુક્રવારે ક્યારેય ઘરને ગંદુ ન રાખવું. સવારે ઊઠીને સૌથી પહેલા ઘરની સાફ-સફાઈ કરી અને સ્નાન કરી માતા લક્ષ્મીની પૂજા કરવી.

શુક્રવારે ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો કરવો અને તેમને સફેદ મીઠાઈ ધરાવવી. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં માતા લક્ષ્મી સ્થાયી વાસ કરે છે.

શુક્રવારના દિવસે સફેદ વસ્તુનું દાન કરવું પણ શુભ ગણાય છે તમે ઈચ્છો તો આ દિવસે ગાયને લોટમાં ખાંડ ઉમેરીને પણ ખવડાવી શકો છો.

શુક્રવારે રાત્રે માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને પૂજામાં માતા લક્ષ્મીના ચરણો પાસે કોડી રાખવી જોઈએ. આ દિવસે વ્રત પણ કરવું જોઈએ.

શુક્રવારે દક્ષિણા વર્તી શંખમાં જલ ભરી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવાથી જીવનમાં ધનની ખામી રહેતી નથી. સાથે જ શુક્રવારે માતા લક્ષ્મીને લાલ ચાંદલો, સિંદૂર, લાલ ચુંદડી અર્પણ કરવી જોઈએ.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles