ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ભગવાન ગણેશની પૂજા બાદ થાય છે. દર મહિને શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. આ સમયે માગસર માસનો શુક્લ પક્ષ ચાલી રહ્યો છે. માગસર શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર વિધિ વિધાનથી ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે અનુસાર આ દિવસે વિધિ વિધાનથી પૂજા કરવાથી ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
તો ચાલો જાણીએ વિનાયક ચતુર્થી પૂજા વિધિ અને શુભ મુહૂર્ત…
માગસર શુક્લ ચતુર્થી પ્રારંભ- 15 ડિસેમ્બરે રાત્રે 10:30 વાગ્યે
માર્ગશીર્ષ, શુક્લ ચતુર્થી સમાપ્તિ- 16 ડિસેમ્બરે રાત્રે 08:00 વાગ્યે
વિનાયક ચતુર્થી પૂજા વિધિ
આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું. આ પછી ઘરના મંદિરને સાફ કરી દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવ્યા પછી ભગવાન ગણેશનો ગંગા જળથી જલાભિષેક કરો. આ પછી ભગવાન ગણેશને સ્વચ્છ વસ્ત્રો પહેરાવો. ભગવાન ગણેશને સિંદૂરનું તિલક કરો અને દુર્વા ચઢાવો. ભગવાન ગણેશને દુર્વા ખૂબ જ પ્રિય છે. જે પણ ભગવાન ગણેશને દુર્વા ચઢાવે છે, ભગવાન ગણેશ તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન ગણેશની આરતી કરો અને ભોગ ધરાવો. તમે ભગવાન ગણેશને મોદક અને લાડુ અર્પણ કરી શકો છો. આ શુભ દિવસે, ભગવાન ગણેશનું શક્ય એટલું ધ્યાન કરો. જો તમે વ્રત રાખી શકતા હોવ તો આ દિવસે ઉપવાસ રાખો.
વિનાયક ચતુર્થીનું મહત્વ
આ પવિત્ર દિવસનું ઘણું મહત્વ છે. વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી મનવાંછિત ફળ મળે છે. વિનાયક ચતુર્થીના દિવસે વ્રત રાખવાથી વિઘ્નો દૂર થાય છે.
વિનાયક ચતુર્થી પૂજા સામગ્રી યાદી
ભગવાન ગણેશની પ્રતિમા
લાલ કાપડ
પવિત્ર દોરો
કળશ
નાળિયેર
પંચામૃત
પંચમેવા
ગંગા જળ
રોલી
મૌલી લાલ
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)