fbpx
Sunday, December 22, 2024

શિયાળામાં આ 5 ભૂલોના કારણે થાય છે કબજિયાત, આજે જ છોડો

શિયાળામાં ભૂખ વધુ લાગે છે અને તળેલાં પદાર્થ ખાવાની પણ ઈચ્છા થાય છે. જેના કારણે આગળ જતાં પાચનને લગતી સમસ્યાઓ વધી જાય છે. શિયાળામાં તરસ ખૂબજ ઓછી લાગે છે. જેના કારણે શરીર ડિહાઇડ્રેટ થઈ શકે છે. શિયાળામાં ઠંડીનાં કારણે કસરત કરવાનું પણ ઓછું થઈ જાય છે.

જેનાં કારણે પેટની સમસ્યાઓ વધી જાય છે. ડિહાઈડ્રેશન અને કસરત ન કરવાનાં કારણે શૌચ કરવામાં તકલીફ થઈ શકે છે. જેથી આગળ જતાં કબજિયાતની સમસ્યા થાય છે.

ડીહાઈડ્રેશન
શિયાળામાં તરસ ખૂબ જ ઓછી લાગે છે. જેના કારણે શરીરમાં પાણીની કમી થઈ જાય છે. એક સ્વસ્થ પાચન તંત્ર માટે પૂરતું પાણી પીવું ખૂબજ જરૂરી છે. પાણીનાં ઓછા પ્રમાણમાં સેવનથી મળ સખ્ત બને છે. જેના કારણે કબજિયાતની સમસ્યા થઈ શકે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવાં દિવસમાં 2 થી 3 લિટર પાણીનું સેવન કરવું જોઈએ.

ફાયબરનું સેવન ઓછી માત્રામાં થવાથી
શિયાળામાં ઘણાં એવાં ખોરાકનું સેવન કરવામાં આવે છે જેની અંદર ફાયબરનું પ્રમાણ ઓછું હોય છે. ફાયબરનું સેવન ઓછા પ્રમાણમાં થવાથી કબજિયાતની સમસ્યા થાય છે. ફાયબરનાં સેવનથી મળ નરમ બને છે અને પેટ સાફ રહે છે. શિયાળામાં ફાયબરનું સેવન કરવાં માટે અનાજ, ફળ અને શાકભાજી ખાવા જોઈએ.

શારીરિક પ્રવૃતિનો અભાવ
શિયાળામાં લોકો ઘરની બહાર જવાનું ટાળે છે. જેના કારણે શારીરિક પ્રવૃતિ ઓછી થઈ જાય છે. શારીરિક પ્રવૃતિ પાચન તંત્રને ઉત્તેજિત કરે છે અને કબજિયાત અટકાવવામાં મદદરૂપ થાય છે. નિયમિત રીતે મળ ત્યાગ માટે તમારી દિનચર્યામાં ઇન્ડોર કસરત અથવા પ્રવૃતિને સામેલ કરો.

ચા-કોફીનું વધુ પડતું સેવન
શિયાળામાં ઘણાં લોકો શરીરને ગરમ રાખવાં માટે ચા, કોફી અને હોટ ચોકલેટ જેવાં ગરમ પીણાંનું સેવન વધુ માત્રામાં કરતાં હોય છે. આ બધી જ વસ્તુઓનાં સેવનથી શરીરમાં ડીહાઈડ્રેશનનું પ્રમાણ વધી જાય છે. જે કબજિયાતની સમસ્યાને વધારી શકે છે. કબજિયાતની સમસ્યાથી બચવા માટે ચા-કોફીનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ.

પ્રોસેસ્ડ ફૂડનું વધુ પડતું સેવન
પ્રોસેસ્ડ ફૂડ શરીર માટે હાનિકારક છે. તેને પાચન થતાં પણ વાર લાગે છે. જેના કારણે પેટમાં કબજિયાતની સમસ્યા થઈ શકે છે. એટલાં માટે શિયાળામાં પ્રોસેસ્ડ ફૂડનાં સેવનથી બચવું જોઈએ. પ્રોસેસ્ડ ફૂડનાં સેવનથી કબજિયાતની સાથે અપચ અને ગેસ પણ થઈ શકે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles