દર મહિને ગ્રહો પોતાની રાશિમાં પરિવર્તન કરે છે. જેની શુભ-અશુભ અસર તમામ 12 રાશિઓ પર જોવા મળે છે. દરેક ગ્રહના ગોચરનો સમય ભિન્ન હોય છે. એક રાશિમાં ઘણી વખત વધુ ગ્રહ બિરાજમાન હોય છે. વર્ષ 2024માં શનિ અને મંગળની યુતિ થાય છે. બંને ગ્રહનું મિલન 30 વર્ષ બાદ થઇ રહ્યું છે. એટલા માટે આ સંયોગ કેટલીક રાશિઓ માટે ખાસ સાબિત થશે. જીવનમાં દરેક સુખ મળશે અને પ્રગતિ થશે.
મિથુન
મિથુન રાશિના જાતકો માટે શનિ અને મંગળનો સંયોગ લાભદાયક બની શકે છે. મનના કાર્યો સમયસર પૂરા થશે. રોજગારની નવી તકો પ્રાપ્ત થશે. અટકેલી યોજનાઓ ફરી શરૂ થઈ શકે છે. સફળતાથી મનોબળ ઉંચુ રહેશે.
તુલા
શનિ અને મંગળની યુતિને કારણે કરિયર અને આર્થિક સ્થિતિમાં લાભ થવાની પ્રબળ સંભાવના છે. જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ હલ થઈ શકે છે. મુશ્કેલ કાર્યો સંભાળી શકશો. નકારાત્મક ગેરસમજ દૂર થશે. જો તમે અપરિણીત છો તો સારો સંબંધ આવી શકે છે. સામાજિક વર્તુળ વધશે.
કુંભ
કુંભ રાશિના લોકો માટે સારો સમય શરૂ થશે. કોઈ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. શનિ અને મંગળના જોડાણને કારણે સામાજિક વર્તુળ વધશે. તમે જે વિચારશો, તમને પરિણામ મળશે. જૂની વાતો છોડીને નવા કામ તરફ આગળ વધવું ફાયદાકારક રહેશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)