હિન્દુ ધર્મમાં ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ સંસારના સંચાલક છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો ચાલો તમને ગુરુવારના રોજ કરવામાં આવતા કેટલાક ઉપાયો વિશે જણાવીએ. આ ઉપાયો કરવાથી ધનની સમસ્યાઓ, કરજ, જીવનસાથી સાથેના સંબંધો અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દુર થશે.
વ્રત કરો
ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે તમે ગુરુવારે વ્રત રાખી શકો છો. આ દિવસે આખો દિવસ વ્રત રાખવાથી ભગવાનની કૃપાથી તમારા કામ પૂરા થાય છે. જો તમે આખો દિવસ ઉપવાસ ન રાખી શકો તો તમે દિવસમાં માત્ર એક જ વાર ભોજન પણ ખાઈ શકો છો.
પીળી વસ્તુઓનું દાન કરો
દાનને હિંદુ ધર્મ સૌથી મોટું પુણ્ય માનવામાં આવે છે. તમે ગુરુવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન, કપડાં અથવા પૈસા દાન કરી શકો છો. એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં સોનું, હળદર, ચણા, પીળા ફળ અને ગોળ જેવી પીળી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ ગણાય છે.
પીળા કપડાં પહેરો
ગુરુવારે પીળો રંગ પહેરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીળા રંગના વસ્ત્રો પહેરી શકાય છે. જો તમે પીળા કપડા નથી પહેરી શકતા તો પીળા રંગનો રૂમાલ અથવા કોઈપણ કપડું તમારી સાથે રાખી શકો છો.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)