fbpx
Saturday, December 28, 2024

મોક્ષદા એકાદશીના દિવસે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

મોક્ષદા એકાદશીને અગહન શુક્લ પક્ષની એકાદશી કહેવામાં આવે છે. આ વખતે આ એકાદશી 22-23 ડિસેમ્બરના રોજ છે. પૌરાણિક માન્યતા અનુસાર, મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આ ઉપરાંત આ એકાદશી મોક્ષ પ્રદાન કરનાર છે. મોક્ષદા એકાદશીના દિવસે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તો ચાલો જાણીએ મોક્ષદા એકાદશીના દિવસે શું કરવું અને શું ન કરવું.

મોક્ષદા એકાદશીના દિવસે શું કરવું?

ધાર્મિક માન્યતાઓ અનુસાર મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ, શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્‍મીની પૂજા કરવી જોઈએ. કારણ કે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. તેથી આ દિવસે ગીતાનો પાઠ કરવો જોઈએ. આ ઉપરાંત આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્‍મીની પૂજા કરવી જોઈએ. ઓછામાં ઓછો 108 વખત ભગવાન વિષ્ણુના મંત્ર ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ:’ નો જાપ કરવો જોઈએ. મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળી વસ્તુઓ ચઢાવવી જોઈએ. સાથે જ કથા અને આરતી પણ કરવી જોઈએ.

મોક્ષદા એકાદશીના દિવસે શું ન કરવું?

મોક્ષદા એકાદશીના વ્રતનો નિયમ એક દિવસ પહેલા જ શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં એકાદશી તિથિ શરૂ થાય તે પહેલા મીઠાનું સેવન બંધ કરી દો. કોઈના પ્રત્યે ખરાબ વિચારો ન લાવો. ઘરના વડીલોની વાતોનું સન્માન કરો. જો તમે ઉપવાસ કરતા હોય તો ઉપવાસ દરમિયાન મીઠાનું સેવન ન કરો. જે લોકો વ્રત નથી રાખતા તેઓ એકાદશીના દિવસે ચોખાનું સેવન ન કરો. આ સિવાય આ દિવસે વાળ, નખ, દાઢી વગેરે ન કાપવા જોઇએ.

જાણો મોક્ષદા એકાદશીનું શુભ મુહૂર્ત અને પારણાનો સમય

હિન્દુ કેલેન્ડર મુજબ, આ વર્ષે મોક્ષદા એકાદશી 22 અને 23 ડિસેમ્બર બંને દિવસે મનાવવામાં આવશે. જે લોકો 22મીએ વ્રત રાખશે, તેઓ 23 ડિસેમ્બરે બપોરે 1.22 થી 3.26 દરમિયાન પારણા કરી શકે છે. સાથે જ જે લોકો 23 ડિસેમ્બરે ઉપવાસ રાખશે તેઓ 24 ડિસેમ્બરે સવારે 7.11થી 9.15 વાગ્યા સુધી પારણા કરી શકે છે. એકાદશી તિથિ 22 ડિસેમ્બરે સવારે 8.16 વાગ્યાથી 23 ડિસેમ્બરે સવારે 7.11 વાગ્યા સુધી છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles